ગૌહત્યાના છ જેટલા ગુનાઓ મા તેની સંડોવણી હતી.
એક દિવસના રિમાન્ડ પૂરા થતાં લાજપોર જેલમાં ધકેલાયો.
માંગરોલ, દેગડીયા –માંગરોળ તાલુકાના કોસાડી ગામ નો ગૌહત્યા નો કુખ્યાત આરોપી ફૈઝલ સુલેમાન સુર્યા ની પોલીસે અટક કરી લાજપોર જેલમાં ધકેલી દીધો હતો
કોસાડી ગામે છેલ્લા ઘણા સમયથી ગૌ હત્યા અને ગોમાંસની તસ્કરીના ગુના નોંધાયા છે જેનો મુખ્ય આરોપી ફૈઝલ સુલેમાન સુર્યા વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં છ થી સાત જેટલા ગુનાઓ નોંધાયેલા હતા આ ગુનામાં આરોપીની પોલીસે અટક કરી છે અને તેના એક દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને લાજપોર ની મધ્યસ્થ જેલ માં ધકેલી દીધો છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત