Home Kheda (Anand) ખેડા જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ

ખેડા જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ

88
0

જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા અનુસુચિત જાતી અને સામાન્ય જાતીના તમામ ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકે તે હેતુથી સરકારશ્રી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ તા.૧૫/૦૯/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવનાર છે. જેમાં અતિ ઘનિષ્ઠ તથા ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ફળ, ફુલ અને શાકભાજી વેચતાં નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી, નવી ટીસ્યુ. લેબની સ્થાપના, બાયો કંટ્રોલ લેબ, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ), કોલ્ડ ચેઇન ટેકનોલોજી ઇન્ડક્શન અને આધુનિકીકરણ, સંકલિત પેક હાઉસ, પ્રિ કુલીંગ યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હિકલ, કોલ્ડરૂમ (સ્ટેગીંગ), સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીનીમલ પ્રોસેસીંગ યુનિટ વગેરે ઘટકોમાં સહાય/લાભ લેવા માંગતા ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીપત્રકની પ્રિન્ટ આઉટ લઇ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગૂઠાનું નિશાન કરી, આધાર કાર્ડની નકલ, ૭/૧૨ અને ૮-અ ની નવી અસલ નકલ, બેંક પાસબુકના પહેલા પાનાની નકલ/કેન્સલ ચેક, અનુસુચિત જાતીના કિસ્સામાં સક્ષમ અધિકારીશ્રીનું જાતીનું પ્રમાણપત્ર, દિવ્યાંગ અરજદાર ખેડૂતના કિસ્સામાં તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૪-૫, ભોય તળીયું, ડી બ્લોક, સરદાર પટેલ ભવન, નડીયાદ, જી.ખેડા ખાતે અરજી કર્યાના એક અઠવાડિયામાં રજૂ કરવા જણાવવામાં આવે છે. જે બાબતની નોંધ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી, નડીઆદ,જી. ખેડાની અખબારી યાદિમાં જણાવવામાં આવ્‍યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here