Home NRI સાઉથ આફ્રિકાના વેન્ડામાં ભરૂચના યુવક પર જીવલેણ ફાયરિંગ, સમગ્ર ઘટનાના CCTV જોઈ...

સાઉથ આફ્રિકાના વેન્ડામાં ભરૂચના યુવક પર જીવલેણ ફાયરિંગ, સમગ્ર ઘટનાના CCTV જોઈ જીવ અધ્ધર થશે

80
0

વિદેશોમાં અવાર નવાર ગુજરાતીઓ પર હુમલાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે હાલ દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવક પર ફાયરિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં બંદૂકની અણીએ ભરૂચના યુવકને લૂંટી લેવાયો છે. ભરૂચના વોરા સમની ગામનો આ યુવક હાલ વેન્ડામાં રહે છે. હાલ આ ઘટનામાં ભરૂચના આ યુવક વિશે વધુ માહિતી મળી શકી નથી. આ યુવક કોણ છે, કેટલા વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રહેતો હતો? તે પરિવાર સાથે રહે છે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મળી શક્યા નથી. હાલ દક્ષિણ આફ્રિકામાં બનેલી ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થયા છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સાઉથ આફ્રિકાના વેન્ડામાં નિગ્રો લૂંટારુઓએ ગુજરાતી યુવક પર લૂંટના ઇરાદે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાઉથ આફ્રિકાના વેન્ડામાં નિગ્રો લૂંટારુઓ કાર લઈને આવ્યા હતા અને સ્ટોર પાસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. લૂંટમાં થયેલ ગોળીબારમાં મૂળ ભરૂચના વતની એક વ્યક્તિ ઘાયલ થયાનું અનુમાન છે. સમગ્ર ઘટનાક્રમ અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતી ઘટનાનું માનીએ તો, દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં એક સ્ટોરની બહાર બ્લેક કલરની કારમાંથી બે લૂંટારું ગન સાથે ઉતરે છે અને રસ્તા પર પડેલી એક કાર તરફ દોડીને જાય છે અને પછી જાહેરમાં ફાયરિંગ કરે છે. તેમજ કારમાં બેઠેલી વ્યક્તિને પણ ગોળી મારે છે. જેમાં ભરૂચના યુવકના હાથના ભાગે ગોળી વાગી હોય, તેવું લાગી રહ્યું છે. કારણ કે, સીસીટીવીમાં અન્ય વ્યક્તિ કાપડનો પટ્ટો આપે છે, જે હાથે બાંધતા દેખાય છે.
લૂંટારાએ જાહેરમાં ફાયરિંગ કરતા અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, આ પછી અન્ય લોકો યુવકને કારમાં બેસાડીને લઈ ગયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here