Home South-Gujarat અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી માં બજાજ હેલ્થકેર કંપની માં ભીષણ આગ

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી માં બજાજ હેલ્થકેર કંપની માં ભીષણ આગ

12
0

પ્લાન્ટ માં ઉત્પાદન પ્રકિર્યા દરમ્યાન આગ લાગી
૬ જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નહિ

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી માં આવેલ બજાજ હેલ્થકેર કંપની માં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન ધડાકા સાથે ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી ૭ જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી



અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી માં બજાજ હેલ્થકેર કંપની ના પ્લાન્ટ માં રાસાયણીક પ્રક્રિયા દરમ્યાન ધડાકા સાથે અચાનક આગ ફાટી નીકળી હતી આગ ને જોતા પ્લાન્ટ માં કામ કરી રહેલા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા જ્વલનશીલ કેમિકલ ના કારણે આગ વધુ ફેલાતા પાનોલી જીઆઇડીસી ફાયર સ્ટેશન માં જાણ કરતા ફાયર ટેન્ડરો સાથે ફાયટરો દોડી આવ્યા હતા જો કે આગ સમગ્ર કંપની માં ફેલાતા વધુ વિકરાળ બની હતી અને પાનોલી જીઆઇડીસી, અંકલેશ્વર ડીપીએમસી અને નગર પાલિકા ના ફાયર મળી ૭ જેટલા ફાયર બ્રિગેડ ની મદદ થી ચાર કલાક ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી આગ ના પગલે કંપની બળી ને ખાખ થઇ જતા કરોડો રૂપીયા નું નુકશાન થવા પામ્યું છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઆમોદ તાલુકાના વાતરસા કોઠી ગામના કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા
Next articleઅંકલેશ્વર સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ઔષધીય રોપા નું વિના મુલ્યે વિતરણ કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here