Home Crime નવા રાજુવાડિયા ગામ નજીક જાહેરમાં માસ્ક વિના એકઠા થયેલા ચાર શખ્સો વિરુદ્ધ...

નવા રાજુવાડિયા ગામ નજીક જાહેરમાં માસ્ક વિના એકઠા થયેલા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

83
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના નવા રાજુવાડિયા ગામ પાસે માસ્ક વગર ભેગા થયેલા ચાર ઈસમો વિરુદ્ધ આમલેથા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવારાજુવાડીયા ગામે નાવરા ઉમરવા જવાના ત્રણ રસ્તા ઉપર જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી કોરોનો વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરનાર કલ્પેશભાઇ નરેન્દ્રભાઇ પટેલ,પંકજભાઇ જશભાઇ પટેલ,નિકુલભાઇ ચંદ્રકાંત પટેલ, નિપેશભાઇ ભરતભાઇ પટેલ તમામ રહે.નવા રાજુવાડીયા .નાંદોદ સામે આમલેથા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here