Home Business નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.

144
0

સામાન્ય બજેટ પહેલા આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. ગયા વર્ષે નાંણા મંત્રી નિર્મલા સીતારમણે 31 જાન્યુઆરીના સંસદમાં બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ હતુ. હાલ મુખ્ય આર્થિક સલાહકાર ડોકટર કૃષ્ણામૂર્તિ સુબ્રહ્મણ્યમે આ આર્થિક સર્વેક્ષણ તૈયાર કર્યુ છે.
બજેટ રજૂ થતાં પહેલાં સંસદમાં એક દસ્તાવેજ રજૂ થાય છે, જેને ઈકોનોમિક સર્વે કે આર્થિક સર્વેક્ષણ કહેવાય છે. આ તો થઈ ઈકોનોમિક સર્વેની એક લાઈનની પરિભાષા, પરંતુ ઈકોનોમિક સર્વે શું હોય છે? એ કેટલું જરૂરી હોય છે? એ અંગે સરળ ભાષામાં સમજીએ..
આર્થિક સર્વે એટલે શું ?
આર્થિક સર્વે એનાથી ખ્યાલ આવે છે કે આપણા દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી છે? ઈકોનોમિક સર્વેમાં વીતેલા વર્ષનો હિસાબ-કિતાબ અને આવનારા વર્ષ માટેની સલાહ, પડકારો અને સમાધાનનો ઉલ્લેખ હોય છે. ઈકોનોમિક સર્વેને બજેટના એક દિવસ પહેલાં જ રજૂ કરવામાં આવે છે.
આપણે ક્યાં ખર્ચો કર્યો? કેટલી કમાણી કરી? કેટલી બચત કરી? એ આધારે પછી આપણે નક્કી કરીએ છીએ કે આપણે આવનારા વર્ષમાં કઈ રીતે ખર્ચ કરવાનો છે? બચત કેટલી કરવાની છે? આપણી આર્થિક સ્થિતિ કેવી રહેશે?
આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે?
નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ છે ઈકોનોમિક અફેર્સ, જેના અંડરમાં એક ઈકોનોમિક ડિવિઝન છે. આ ઈકોનોમિક ડિવિઝનના ચીફ ઈકોનોમિક એડવાઇઝર એટલે કે CEAની દેખરેખમાં આર્થિક સર્વે તૈયાર કરે છે. હાલ CEA ડોકટર કૃષ્ણામૂર્તિ સુબ્રહ્મણ્યમ છે. પહેલો ઈકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરાયો હતો. 1964 સુધી બજેટની સાથે જ આર્થિક સર્વે રજૂ કરાતો હતો, પરંતુ બાદમાં તેને બજેટના એક દિવસ પહેલાં રજૂ કરવામાં આવી રહ્યો છે.
આર્થિક સર્વે બંને સદનમાં રજૂ કરવામાં આવશે.આ એ રીપોર્ટ છે જે 12 મહિનામાં વિકાસને ક્યાં કામ થયા છે કઇ મોટી યોજનાઓ સફળ રહી છે.સરકરે આર્થિક દિશામાં કેવા પગલા લિધા સાથે શોર્ટ અને મીડિયમ ટર્મમાં ઇકોનોમી કેવી રીતે પર્ફોમન્સ કરવાની છે.તે બાબતની પૂરી જાણકારી હોય છે.
આ આર્થિક સર્વે બજેટ માટે પણ માર્ગદર્શન હોય છે આર્થિક સર્વેમાં તેની પુરી જાણકારી હોય છે.આવનારા સમયમાં ઇકોનોમી કેવી રહેશે? આના માટે ઘણી વાર સર્વે રિપોર્ટમાં સરકારને માર્ગદર્શન આપવામાં આવે છે.એ વાત છે કે સરકાર આ સુજાવને માનવા માટે બાધ્ય નથી.સરકાર બજેટ અંગે પોતાના નિર્ણય અંગે સ્વતંત્ર છે કે બજેટમાં કેવી જાહેરાત કરવી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here