India

ભારતીય સેનાની 56 ઈંચની છાતી, 1-1 ભારતીય સામે હતા 5-5 ચીની સૈનિક છતાંયે ઉતાર્યા મોતને ઘાટ

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ નંબર-14 પર જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિઓએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો ત્યારે ભારતીય જવાનોની સંખ્યા ચીની જવાનો કરતા ઘણી ઓછી હતી. ચીનની સરખામણીએ ભારતીય જવાનોની સંખ્યા માત્ર 1:5 હતી. એટલે કે ભારતના એક સૈનિકની સામે ચીનના 5.

ભારત અને ચીન વચ્ચેની આ અથડામણ છ થી સાત કલાક સુધી ગલવાન નદીની નજીક ચાલુ રહી હતી. ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું હતું કે, આપણી સંખ્યા ચીનની સરખામણીએ ઘણી ઓછી હતી. બંને પક્ષો વચ્ચે સોમવારે સાંજે અને મંગળવારે મોડી રાત્રે અથડામણ થઈ હતી. ચીની સૈનિકોએ છુપાઈને ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સૈનિકો વિરૂદ્ધ ચીની સૈનિકોની સંખ્યા વધારવામાં આવી હતી. પોતાના કરતા 5 ઘણા સૈનિકો હોવા છતાંયે ભારતીય જાંબાજોએ લડવાનો નિર્ણય લીધો. ભારતીય સૈનિકો ચીની સૈનિકોની સરખામણીમાં એક બરાબર 5 હતા. એવા પણ અહેવાલ છે કે, ચીને ભારતીય જવાનોની જાણકારી મેળવવા માટે થર્મલ ઈમેજિંગ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો.

સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જ્યા સુધી અમને યાદ છે ત્યાં સુધી ચીની સેના દ્વારા ભારતીય જવાનો પર કરવામાં આવેલો આ સૌથી ઘાતક હુમલો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હુમલામાં આપણા કર્નલ સંતોષ બાબૂ એ જોવા ગયા હતાં કે ચીની સૈનિક સ્ટેંડ ઓફ સ્થિતિથી પાછળ હટ્યા છે કે કેમ? કારણ કે ચીને આમ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ સંતોષ બાબુ જ્યારે સ્થળ પર પહોંચ્યા તો ત્યાં રહેલી ચીની કેમ્પને જોતા આશ્ચર્યમાં મુકાયા હતાં. જ્યારે તેઓ શાંતિપૂર્વક સમજાવી રહ્યાં હતાં ત્યારે ચીની સૈનિકો ઉગ્ર થઈને ત્રાડુકવા લાગ્યા હતાં.

ચીની સૈનિકોએ ખુબ જ ઓછી સંખ્યામાં આવેલા ભારતીય જવાનો પર એકદમ ઘાતક રીતે હુમલો કરી દીધો હતો. તેમણે ભારતીય જવાનો પર હુમલો કરવા માટે અનેક પ્રકારના કાંટાળા તાર અને પથ્થરોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હતાં જેમની સારવાર ચાલી રહી છે.

ભારતીય સેનાના જવાનોના મૃતાંકમાં વધારો થઈ શકે છે. કારણે ગંભીર રૂપે ઘાયલ થયેલા સૈનિકોની સંખ્યા 10 જેટલી છે. ભારતીય સેનાના અધિકારીઓ ચોક્ક્સ સંખ્યા જણાવવાનો ઈનકાર કરી દીધો છે પરંતુ માત્ર એટલુ કહ્યું હતું કે, અનેક જવાનો ઘાયલ થયા છે.

જોકે સામે ભારતીય સેનાના ખુબ જ ઓછા જવાનોએ પણ ચીની સૈના સામે લડવાનો નિર્ણય લીધો હતો. ચીનના 5 ની સરખામણીએ ભારતીય સેનાનો 1 નરબંકો હોવા છતાંયે ચીની સૈન્યને ધૂળ ચટાડી દીધી હતી. અગાઉથી જ તૈયારી કરીને બેઠા હોવા છતાં ચીની સૈનિકોને ભારતીય  જવાનોએ બરાબરના ધિબેડી નાખ્યા હતાં. ભારતીય જવાનોએ 20ના બદલામાં 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ ઉપરાંત ચીનના અનેક જવાનોને પણ ગંભીર ઈજા પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published.