Home Business બચત યોજનાઓમાં ફિક્સ્ડ ડિપોઝિટ એ લોકોમાં સૌથી પસંદ કરવામાં આવતો રોકાણનો વિકલ્પ.

બચત યોજનાઓમાં ફિક્સ્ડ ડિપોઝિટ એ લોકોમાં સૌથી પસંદ કરવામાં આવતો રોકાણનો વિકલ્પ.

12
0

તમામ પ્રકારની બચત યોજનાઓમાં  ફિક્સ્ડ ડિપોઝિટ એ લોકોમાં સૌથી પસંદ કરવામાં આવતો રોકાણનો વિકલ્પ છે. આનું મોટું કારણ તે છે કે તે અન્ય યોજનાઓની તુલનામાં સુરક્ષિત અને જોખમકારક નથી. ટૂંકાથી લાંબા ગાળા માટે તેનું રોકાણ કરી શકાય છે. આજે અમે તમને એફડી સંબંધિત નિયમો, ટેક્સ, સહિત અનેક વિગતો આપવાના છીએ. તમે સરળતાથી આ બચત યોજનાનો વધુ સારી રીતે લાભ લઈ શકો છો.
ફિક્સ્ડ ડિપોઝિટને સલામત રોકાણ માનવામાં આવે છે.
તેમાં જમા કરાયેલા પૈસા પર કોઈ જોખમ નથી. આ ઉપરાંત, તમે નિયત અવધિમાં વળતર પણ મેળવી શકો છો. તેમાં રોકાણ કરેલા નાણાં સલામત છે કારણ કે બજારના વધઘટની સીધી અસર એફડી પર થતી નથી. આ યોજના હેઠળ, રોકાણકારો માસિક ધોરણે વ્યાજ મેળવી શકે છે. સામાન્ય રીતે, એફડી પર વ્યાજના દર વધારે હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે, તે સર્વોચ્ચ વળતર આપે છે.
કોઈ પણ એફડીમાં ફક્ત એક જ વખત રોકાણ કરવું પડે છે. જો રોકાણકારોએ આ પછી વધુ રોકાણ કરવુ હોય, તો તેઓએ એક અલગ એફડી ખાતું ખોલવું પડશે. એફડીની પાકવાની અવધિ છે, તમારે આ વર્ષ માટે નાણાં જમા કરાવવા પડશે. પરંતુ આમાં જરૂર પડે તો અધવચ્ચે તમ એફડી તોડાવી શકો છો પૈસા પણ ઉપાડી શકો છો જો કે, એફડી પાકે તે પહેલા જો તમે એફડી તોડશો તો તેમાં વ્યાજનું નુકસાન છે, તમારે તેના પર થોડો દંડ પણ ચૂકવવો પડશે. અલગ અળગ બેન્કોના અલગ અલગ નિયમો છે.
શું એફડી પર ટેક્સ ચુકવવો પડે છે?
જી હો, ફિક્સ ડિપોઝિટ પર 0 થી 30 ટકા ટેક્સ કાપવામાં આવે છે. તે રોકાણકારના આવકવેરા સ્લેબના આધારે કાપવામાં આવે છે. જો તમને એક વર્ષમાં 10,000 રૂપિયા ની વધુ કમાણી કરો છો, તો તમારે તમારી એફડી પર 10 ટકા ટેક્સ ભરવો પડશે. જો કે, આ માટે, તમારે તમારા પાનકાર્ડની એક નકલ સબમિટ કરવાની રહેશે.
જો પાન કાર્ડ જમા કરાવવામાં ન આવે તો તેના પર 20 ટકા ટીડીએસ કાપવામાં આવે છે. જો રોકાણકાર ટેક્સ કપાતને ટાળવા માંગો છો, તો આ માટે તેણે તેની બેન્કમાં ફોર્મ 15A સબમિટ કરવું જોઈએ. આ તે લોકો માટે લાગુ પડે છે જે કોઈ પણ આવકવેરા સ્લેબ હેઠળ આવતા નથી. કર કપાત ટાળવા વરિષ્ઠ નાગરિકે ફોર્મ 15H સબમિટ કરવું જોઈએ.


Previous articleવિજય રૂપાણી ગાંધીનગર માં કેબિનેટ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અપાશે.
Next articleઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS બસ ના સમયમાં ફેરફાર કરાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here