Home Gujarat ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાય તેમ છે જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગ ઠંડાગાર...

ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાય તેમ છે જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગ ઠંડાગાર બની તેની અસર

24
0

તાજેતરમાં બંગાળના ઉપસાગરમા વધી રહેલા ચક્રાવાતનું પ્રમાણ ડિસેમ્બર મહિનાના આવનારા દિવસોમાં પણ વધતું રહેશે અને જેના કારણે દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં ભારે વરસાદ થશે. તામિલનાડુ, કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન ક્ષેત્રના નિષ્ણાત જણાવે છે.
હવામાન ક્ષેત્રના નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં પણ ભારે દબાણની અસરો રહેવાની હોવાથી 4થી 7 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૧૦મી ડિસેમ્બર સુધીમાં વાદળોનું પ્રમાણ ઉગ્ર બની શકે છે. 9 અને 10 ડિસેમ્બરમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. જેના પગલે હળવું માવઠું પણ પડી શકે છે.
આ જ અરસામાં દિલ્હી, પંજાબ, હરિયાણામાં ધુમ્મસની અસર રહેશે. ગુજરાતમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાય તેમ છે. જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગ ઠંડાગાર બની જાય. તેની અસર ઠેઠ પિૃમના રાજસ્થાનમાં ય દેખાશે જ્યાં ઠંડીનો પારો ખાસ્સો નીચે ગગડી શકે છે. ૨૨મી ડિસેમ્બર છી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષા અને તેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. 27 અને 28 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. આ વર્ષે જાન્યુઆરી માસ અત્યંત ઠડો મહિનો બની રહેશે. જેની અસર ફેબ્રુઆરીમાં આકરી ઠંડી રૂપે પણ આગળ વધશે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે. સ્વાભાવિકપણે જ આબુ પણ આટલું જ ઠંડુ રહેશે. દાંદીવાડા, બનાસકાંઠાના વિસ્તારો સખત ઠંડી હેઠળ રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ ઠંડીનું જોર વધશે. માવઠાની શક્યતાના કારણે કપાસ અને જીરાના પાકને સંરક્ષણ આપવું જરૃરી બનશે.


Previous articleસીએસઇએ 13 કંપનીઓના મધના નમૂનાની તપાસ કરાવી, જેમાંથી 77 ટકામાં ભેળસેળ કરવામાં આવી હતી.
Next articleCOVID-19 વેકસીનના ‘કન્ફર્મ ડોઝ’ બુકિંગના મામલામાં ભારત પહેલાં નંબરપર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here