વરસાદનું વાતાવરણ હોય અને ભજીયા હોય તો વરસાદની સાથે ભજીયા ખાવાની મજા પડી જાય છે. તો આજે અમે ભજીયાની વાનગી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી બટેટા, રીંગણ, મિક્સ ભજીયા ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારેય ડુંગળીના ભજીયા ટ્રાય કર્યા છે. જો ના તો આ જે અમે ડુંગળીના ભજીયાની રેસિપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય ડુંગળીના ભજીયા..
બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ડુંગળીને પાતળી અને લાંબા આકારમાં કટ કરી લો. હવે કટ કરેલી ડુંગળીમાં ચણાનો લોટ અને થોડૂક પાણી ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો. હવે તમે મીઠું, લીલા મરચા, લાલ મરચું, હળદર તેમજ કોથમીર ઉમેરી મિક્સ કરો. ત્યાર પછી ભજીયા ક્રિસ્પી બનાવવા માટે તેમા સોજી ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો જેથી તેમા લોટની કોઇ ગાંઠ ન રહી જાય. હવે ધીમી આંચ પર એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તૈયાર ખીરાના ભજીયા તેલમાં તરી લો. ભજીયા આછા બદામી રંગના થાય એટલે તેને એક પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ ડુંગળીના ભજીયા.. જેને તમે કેચઅપ કે કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકો છો.