Business

છેલ્લા થોડા સમયથી શેરબજાર પર એક દિગ્ગજ ફાર્મા કંપનીનો ડંકો વાગી રહ્યો છે….

છેલ્લા થોડા સમયથી શેરબજાર પર એક દિગ્ગજ ફાર્મા કંપનીનો ડંકો વાગી રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ કંપનીના શેરના ભાવમાં લગભગ 80 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. તો નજીકના ભવિષ્યમાં હજુ પણ આ ફાર્મા કંપનીના ભાવમાં 5 ટકાનો ઉછાળો આવે તેવી સંભાવનાઓ છે. અમે વાત કરી રહ્યા છે, ડો. રેડ્ડીઝ લેબ્સની, જેના શેર છેલ્લા બે સત્રમાં 10 ટકા સુધી વધી ગયા છે.

ગુરુવારે કંપનીના શેરોએ 4,845.55 રૂપિયાનું શિખર સ્તર હાંસલ કર્યું છે. વાયદા કારોબારીઓ અનુસાર, આગામી એક અઠવાડિયામાં આ શેરની કિંમતમાં 5 ટકા સુધી તેજી-મંદી આવી શકે છે. કંપનીએ અમેરિકામાં કેન્સરની દવા માટે પેટેન્ટના મામલાને ખતમ કરી દીધો છે. આ દવાનું જેનરિક વર્ઝન છે. વિશ્લેષકો અનુસાર, નજીકના ભવિષ્યમાં તેના શેરની કિંમત 5054 રૂપિયા સુધી કારોબાર કરી શકે છે.

આ ઉપરાંત ડો.રેડ્ડીઝ લેબે ભારતમાં રશિયાની કોરોનાની રસી સ્પુતનિક Vનું ક્લિનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યુશન કરશે. જેના કારણે પણ રોકાણકારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. પહેલાં રેમેડેસિવિર સહિતની કોરોનાની દવાઓ પર લોકોનું ધ્યાન હતું. પણ રશિયાએ રસી લોન્ચ કરતાં જ લોકોનું ધ્યાન હવે રસી પર વધારે છે. અને તેવામાં ભારતમાં ડો.રેડ્ડીઝને રશિયાની રસી બનાવવાની પરમિશન મળતાં તેના શેરમાં આગામી સમયમાં પણ ભારે ઉછાળો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.