Home Crime છેલ્લા સાડા ત્રણ વર્ષથી દહેજ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને...

છેલ્લા સાડા ત્રણ વર્ષથી દહેજ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

21
0

ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ. એસ.ભરાડા વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ.શ્રી બી.ડી. વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજયમાં રથયાત્રા તહેવાર અનુસંધાને કોમ્બીંગ નાઇટમાં ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે દહેજ પો.સ્ટે . ગુ.ર.નં. / ર ૬ / ૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ મુજબના ગુન્હામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી – અનીલકુમાર રામાશંકર ગુપ્તા હાલ રહે . નમક ફેક્ટરીની પાછળ , ક્રિષ્નાકુંજ સોસાયટી , અંકલેશ્વર તા . અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે . બેરામાપુર , તા- કાદીપુર જી . સુલતાનપુર પોસ્ટ – કઠગરાચીરાની પટ્ટી થાણા – કાદીપુર ( ઉત્તરપ્રદેશ )ના ને હસ્તગત કરવામાં આવેલ છે . તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર સી પો.સ્ટે . સુપ્રત કરવામાં આવેલ છે .
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા , અ.હે.કો . મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો.નિલેશભાઇ નારસિંગભાઇ તથા અ.હે.કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleજંબુસર પો.સ્ટે.ના પ્રોહીબીશન ના ગણનાપાત્ર ગુનામાં નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ
Next articleબોરસદ તાલુકાના દહેમીમાં શિક્ષણ મંત્રીશ્રીએ ભાર્ગવા પંચકર્મ આર્યુવેદ થેરાપી રિસોર્ટ પ્રારંભ કરાવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here