Home Gujarat ગુજરાતથી મહારાષ્ટ્ર જનારા લોકો માટે હવે કોરોનાનો ટેસ્ટકરાવવો ફરજીત રહેશે.

ગુજરાતથી મહારાષ્ટ્ર જનારા લોકો માટે હવે કોરોનાનો ટેસ્ટકરાવવો ફરજીત રહેશે.

2
0

કોરોના વાયરસે (Corona Virus) ભારત (India)માં ફરી એકવાર ઉથલો માર્યો છે. ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra)માં તો કોરોના (Corona)ની સ્થિતિ અતિ ગંભીર છે જે થોડી પણ સાવચેતી ના રાખવાથી વધારે ભયંકર બની શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે (Uddhav Thackeray Government) મહત્વનો નિર્ણય લીધો છે.
ગુજરાતથી મહારાષ્ટ્ર (Gujarat-Maharashtra) જનારા લોકો માટે હવે કોરોનાનો ટેસ્ટ (Corona Test) કરાવવો ફરજીત રહેશે. ગુજરાતથી મુંબઈ પહોંચનાર બધા પ્રવાસીઓને ફ્લાઇટ બોર્ડ (Flight Board) કરતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR Test)કરાવવો પડશે. મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)ના નવા આદેશ પ્રમાણે મુંબઈ જવા માટે કોવિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ જરૂરી રહેશે. જો કોરોના રિપોર્ટ (Corona Report) પોઝિટીવ આવશે તો મહારાષ્ટ્રમાં પ્રવેશ મળશે નહીં.
મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government)કોરોનાથી પ્રભાવિત ક્ષેત્રોની ફ્લાઇટ્સ અને ટ્રેનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરેલા નવા દિશાનિર્દેશોના માધ્યમથી ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ગોવા એમ 4 રાજ્યોમાંથી આવનાર બધા લોકો માટે કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. નવા આદેશ પ્રમાણે પ્લેન અને ટ્રેનથી યાત્રા કરનાર લોકોને ઉડાનોની બોર્ડિંગ પહેલા આ પ્રમાણપત્ર દેખાડવા પડશે.
આમ ગુજરાતથી મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર તેમાં પણ ખાસ કરીને મુંબઈ જનારા લોકો માટે આ અહેવાલ ખાસ મહત્વના છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યના લોકોને કોવિડ-19 (Covid-19)વિરુદ્ધ સાવધાનીઓ ઓછી નહીં કરવા અને બીજા લોકડાઉનથી બચવા માટે સ્વાસ્થ્ય સુરક્ષા નિયમોનું કડકાઇથી પાલન કરવાની અપીલ કરી હતી.

Previous articleકોરોના વાયરસની ઝપેટમાં રાજ્ય સરકારના મહિલા મંત્રી પણ આવ્યા છે…
Next articleસ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રસી બધા માટે મફત હશે તેમ છતાંય કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરા માટે સરકારને બરાબર ઘેરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here