Home Corona-live કોરોનાની રસીના 50 લાખ ડોઝનો પહેલો ઓર્ડર ભારત સરકાર કોના માટે આપશે?

કોરોનાની રસીના 50 લાખ ડોઝનો પહેલો ઓર્ડર ભારત સરકાર કોના માટે આપશે?

91
0

મોદી સરકાર શરૂઆતમાં કોરોના સામે કોવિડ -19 રસીના લગભગ 50 લાખ ડોઝ એડવાન્સ કર્મચારીઓ, સેનાના જવાનો અને અમુક વર્ગના લોકો માટે ખરીદવાનું વિચારી રહી છે. રસીની મંજૂરી બાદ તેને ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતાઓ અંગે સરકારમાં મંથન ચાલી રહ્યું છે. તેમાં ધ્યાન સપ્લાય ચેઇન અને વિતરણ પર છે. એડવાન્સ મોરચે સૌથી વધુ જોખમ ધરાવતા કર્મચારીઓ અને લોકોને રસી આપવા માટે એક રૂપરરેખા બનાવવામાં આવી રહી છે.
સરકાર રસીને મોટા પાયે વિતરિત કરવા માંગે છે જેથી તે વહેલી તકે મોટી સંખ્યામાં વસ્તી સુધી પહોંચાડી શકે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક રસી ઉત્પાદકોએ સરકારને ચોક્કસ માર્કેટનો અંદાજ આપવા જણાવ્યું છે, કારણ કે રસી બન્યા બાદ થોડા અઠવાડિયામાં શૉટ તૈયાર થઈ જશે. કંપનીઓને રસીની ડિમાન્ડને લઇ આશ્વસ્ત કરાઇ છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં એક રસી તૈયાર થઈ શકે છે.
સોમવારે મોટા રસી ઉત્પાદકો સાથેની બેઠક દરમ્યાન કોવિડ રસી પરના નિષ્ણાત જૂથે કંપનીઓને ઉત્પાદન ક્ષમતાની માહિતી અને ભાવ અંગેની માહિતી આપવાનું કહ્યું છે અને સરકાર તેમને કેવી રીતે મદદ કરી શકે છે. આ ગ્રૂપનું નેતૃત્વ એનઆઈટીઆઈ આયોગના સભ્ય વી.કે.પોલ અને આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ કરી રહ્યા છે.
એક સ્થાનિક રસી ઉત્પાદકના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે, “રસીના વિકાસમાં મોટું રોકાણ કરવું પડે છે અને અમારે અમારી ક્ષમતા કોવિડ -19 રસીનું ઉત્પાદન વધારવા માટે લગાવી પડશે.” આવી સ્થિતિમાં સરકારે ચોક્કસ બજાર વિશે સંકેત આપી દેવા જોઇએ.
અધિકારીએ કહ્યું કે નિષ્ણાત જૂથ જરૂરી હોય તો રસીના ઉત્પાદન માટે આર્થિક સહાય સહિત વિવિધ વિકલ્પો પર વિચારણા કરી રહ્યું છે. જો કે, ચર્ચા હજી પ્રારંભિક તબક્કે છે અને કોઈ યોજના પર પહોંચતા પહેલા સમિતિ કેટલીક વધુ બેઠકો કરી શકે છે.
વેક્સીન કેન્ડિડેટને પસંદગીને લઇ વેક્સીન પર ટોચની સલાહકારી સંસ્થા national technical advisory group on immunization (ntagi)નું સ્ટેન્ડિંગ ટેક્નિકલ સબ-કમિટીના સૂચનો મંગાવામાં આવ્યા છે.
ભારતમાં હાલમાં ત્રણ રસીનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારત બાયોટેક-ICMRની Covaxin અને ઝાયડસ કેડિલાની ZyCov-D હાલ ફેઝ 1/2 ટ્રાયલમાં છે. આ સિવાય સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) એ AZD1222 રસીના ટ્રાયલની ડીલ કરી ચૂકયા છે. સરકારી પેનલ જે રસીના ઉમેદવારો તરફ જોઇ રહ્યા છે, તેમાં ફેસ 3 ટ્રાયલમાં Oxford-AstraZeneca અને Modernaનો સમાવેશ થાય છે.
આ સિવાય જર્મની અને ઇઝરાઇલ સહિત બીજી નવ વેક્સીન પ્રોગ્રામ પર પણ સરકાર વિચાર કરી રહી છે. સોમવારે જ્યારે નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન પરના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની બેઠક મળી ત્યારે તેમાં એસઆઈઆઈ, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા ઉપરાંત અનેક ફાર્મા કંપનીઓના વડા સામેલ હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here