Home Kheda (Anand) ડાકોર/રણછોડરાયજી મંદિરનો ઉચાપતખોર પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી બિલોદરા જેલમાં ધકેલાયો, ડાકોર કોર્ટે...

ડાકોર/રણછોડરાયજી મંદિરનો ઉચાપતખોર પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી બિલોદરા જેલમાં ધકેલાયો, ડાકોર કોર્ટે જામીન નામંજૂર કર્યા

15
0

ઠાસરા સબજેલ મરામતમાં હોવાથી આરોપીને બીલોદરા ખાતે જિલ્લા જેલમાં ધકેલાયો.
પોતાના મેનેજર કાળમાં મંદિરના સર્વ સત્તાધીશ હોવાના ગુમાનમાં મનસ્વી નિર્ણયો માટે હતો કુખ્યાત
સત્તાના નશામાં આરોપીએ ભાન ભૂલી ને કરેલી ભૂલો ભોગવવી પડી રહી છે
ડાકોર મંદિરનો ઉચપતખોર પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી જિલ્લા જેલમાં ધકેલાયો છે. ડાકોર પોલીસના બે દિવસના રિમાન્ડ પૂરાં થતા આરોપી પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રીને ડાકોર કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યાં આરોપીના વકીલે જામીન માટે અરજી કરી હતી. પરંતુ સરકારી વકીલ રાકેશ પટેલિયા દ્વારા આરોપી આચરવામાં આવેલા અન્ય ગુના અને પોલીસ ફરિયાદોની હકીકતો ટાંકી અસરકારક દલીલો કરવામાં આવી હતી. જેની ગંભીરતા ધ્યાને લઇ ડાકોર કોર્ટે આરોપીને જ્યુડીશલ કસ્ટડીનો હુકમ કરાયો છે. ઠાસરા સબજેલ મરામતમાં હોવાથી આરોપીને બિલોદરા ખાતે જિલ્લા જેલમાં પૂરાવામાં આવ્યો છે.
રૂઆબ ધૂળ ચાટતો થયો પરિવારની પ્રતિષ્ઠાની ધૂળધાણી કરી
ડાકોર કોર્ટે રણછોડરાય મંદિર ના પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રીના રેગ્યુલર જામીન નામંજૂર કરતા તેનો રૂઆબ ધૂળ ચાટતો થઈ ગયો છે. પોતાના મેનેજર કાળમાં મનસ્વી અને તઘલખી નિર્ણયો માટે કુખ્યાત આરોપીએ ભાન ભૂલીને કરેલી ભૂલો ભોગવવી પડી છે. વળી ડાકોર રણછોડરાય મંદિર જેવી પવિત્ર ધાર્મિક સંસ્થામાં કરેલી ગેરરીતિને લઈ આરોપીની સામાજિક અને પારિવારિક પ્રતિષ્ઠાને પણ ભારે હાનિ પહોંચી છે. ડાકોર મંદિરમાં શ્રદ્ધા આસ્થા ધરાવતા અને દાન કરતા ભક્તોમાં પણ રોષની લાગણી વહી રહી છે.
સત્તાના નશામાં કરેલી ભૂલો ભારે પડી.
ડાકોર રણછોડરાય મંદિરમાં રૂપેશ શાસ્ત્રીએ સર્ક્યુલર થરાવથી 1 રૂપિયા ટોકને મેનેજર પદ નિમણૂક મેળવી પોતાના કાર્યકાલ દરમ્યાન 5 લાખથી વધુનો પગાર લીધો હોવાનું સ્પે.ઓડિટમાં બહાર આવતા ચકચાર મચી હતી. ડાકોર મંદિર દ્વારા આ ઉચાપત બાબતે ફરિયાદ થતા આરોપીએ ખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આગોતરા જામીન માટે ગયો હતો. ખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કરતા તે ડાકોર પોલીસથી છુપાતો ફરતો હતો. જોકે ડાકોર પોલીસે કુનેહપૂર્વક છટકું ગોઠવી રાજકોટ ખાતેથી તેને દબોચ્યો હતો. પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી આ અગાઉ પણ ડાકોર મંદિરમાંથી ઉચાપત કેસમાં ઝડપાયો હતો.


Previous articleUSનો ગુપ્તચર અહેવાલ / ચીને પોતાની ભૂલ છૂપાવવા ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કરતા પરિવારને અટકાવ્યા
Next articleછેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ પોલીસ, સામે આવી ગયું સુશાંતના મોત પાછળનું સાચું કારણ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here