Home Gujarat ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું હાલ નિધન થયું છે…

ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું હાલ નિધન થયું છે…

12
0

હાલ રાજ્યના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલની તબિયતને લઈને એક અગત્યના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું હાલ નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 94 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે.
થોડા દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 8 સપ્ટેમ્બરના રોજ કેશુબાપા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બાપા હોમ ક્વોરન્ટીન થયા હતા. તેના 10 દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો..
સૌરાષ્ટ્રથી બે ભાજપ પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી બન્યા
ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ જોઈએ તો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. બાદમાં 1995માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, ત્યા૨બાદ જે કોઈ પ્રદેશ પ્રમુખ આવ્યા તેમાં ફક્ત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. બંને સૌરાષ્ટ્રના જ નેતાઓ છે અને તેમને મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો ચાન્સ મળ્યો હતો.
કેશુભાઈના નેતૃત્વમાં BJPએ પહેલીવાર સત્તા સ્વાદ ચાખ્યો
1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.


Previous articleકેન્દ્ર સરકાર પ્રમાણે જ્વેલરી ખરીદતા સમયે ગ્રાહકોને ફક્ત 3 વસ્તુઓની ચૂકવણી કરવાની છે…
Next articleદુનિયાના સૌથી અમીર 10 ધનિકોને એક જ દિવસમાં 34 અરબ ડોલર એટલે કે 25.16 ખરબ રૂપિયાનું નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here