આણંદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વમંત્રી રોહિતભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં શોકની લાગણી પ્રવર્તવા પામી છે. પૂર્વમંત્રી રોહિતભાઈ પટેલનું નિધન થતાં PM મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ કહ્યું કે, રોહિતભાઈ પટેલના અવસાનથી દુ:ખ થયું છું, સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રે એમનું સરાહનીય યોગદાન..’
આણંદ જિલ્લાના ખૂબ જ સેવાભાવી અને લોકડાઉન દરમ્યાન સેવા સતત પ્રવાહ જેમના થકી વહેતો રહ્યો એવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં કાર્યકરોમાં શોકની લાગણી પ્રવર્તી છે. તેઓ આણંદ ખાતે મિલસેન્ટ ઘરઘંટીના પણ માલિક હતા અને તેઓ થોડા દિવસ પેહલા કોરોનાથી સંક્રમિત થયા હતા, તેઓની સારવાર ચાલી રહી હતી.