Home Gujarat પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે...

પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે……

77
0

ગુજરાતના પીઢ રાજકારણીનું અવસાન થતા રાજકીય ગલિયારોમાં ઘેરો શોક લાગ્યો છે. પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે તેમનું અવસાન થયું છે. હવે તેમના મૃતદેહને પાટણના પીંપળ ખાતે લઈ જવાશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, લીલાધર વાઘેલા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર પાટણમાં તેમના મૂળ વતન એવા પીંપળ ગામ ખાતે કરવામાં આવશે. આ માટે તેમના નશ્વરદેહને તેમના ગામ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 87 વર્ષના લીલાધર વાઘેલા ગુજરાતમાં પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ તરીકે રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ ત્રણ વખત ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમશ્વાસ લીધા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here