Sports

મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું કોરોના વાયરસના કારણે મોત થયું છે….

મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. થાણેની વેદાંત હૉસ્પિટલમાં તેમણે 52 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના દોસ્તોના જણાવ્યા પ્રમાણે તેમણે હૉસ્પિટલમાં ભરતી થવાની ના કહી દીધી હતી, જ્યારે તેમને અનેક દિવસ સુધી તાવ હતો. 9 દિવસ બાદ ખબર પડી કે તેમને કોરોના છે. દેશમુખ એક શાનદાર ક્રિકેટર હતા. તેમના જમાનામાં તેમને મુંબઈ અને મહારાષ્ટ્ર બંને માટે રણજી ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તેમને તક નહોતી મળી.

5 ઇનિંગમાં 3 સદી

તેમના દોસ્ત અભિજીત દેશપાંડેના જણાવ્યા પ્રમાણે, સચિન દેશમુખે તેમની કેપ્ટનશિપમાં વર્ષ 1986ની કૂચ બિહાર ટ્રોફીમાં ધમાલ મચાવી હતી. 5 ઇનિંગમાં તેમણે 3 સદી ફટકારી હતી, જેમાં 183, 130 અને 110 રનની ઇનિંગ સામેલ છે. અભિજીતે તેમની સાથે સ્કૂલ ટૂર્નામેન્ટ્સ પણ રમી હતી. દેશમુખ એ દિવસોમાં મુંબઈમાં એક્સાઇઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં સુપરિટેન્ડેંટ તરીકે કામ કરતા હતા. 1990ના સમયમાં ઇન્ટર યૂનિવર્સિટીમાં સચિન દેશમુખે ધમાલ મચાવી દીધી હતી.

7 મેચોમાં 7 સદી ફટકારીને અનોખો રેકૉર્ડ બનાવ્યો

તેમણે તે સમયે 7 મેચોમાં 7 સદી ફટકારીને અનોખો રેકૉર્ડ બનાવ્યો હતો. તેઓ મિડલ ઑર્ડરમાં ધમાકેદાર બેટિંગ કરતા હતા. ભારતના પૂર્વ વિકેટકીપર માધવ મંત્રીના જણાવ્યા પ્રમાણે દેશમુખ એક અત્યંત પ્રતિભાશાળી અને ગિફ્ટેડ ક્રિકેટર હતા. તેમના એક નજીકના દોસ્ત રમેશ વાજગેએ જણાવ્યું કે તેમનું મોત દરેક માટે એક મેસેજ છે કે કોરોનાને હળવાશમાં ના લે. બહુ મોડા હૉસ્પિટલમાં ભરતી થવાના કારણે દેશમુખનું મોત થયું.

મહારાષ્ટ્રમાં કોરોનાના 23,365 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 23,365 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને બુધવારના 11,21,221 થઈ ગઈ. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ બીમારીથી વધુ 474 લોકોના મોત થયા છે, ત્યારબાદ મૃતકોની સંખ્યા વધીને 30,883 થઈ ગઈ છે. તો બુધવારના 17,559 લોકોને સારવાર બાદ હૉસ્પિટલથી રજા મળી છે, ત્યારબાદ રાજ્યમાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 7,92,832 થઈ ગઈ. તો હવે રાજ્યમાં 2,97,125 લોકોની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.