Home Business પૂર્વ RBI ગવર્નરે કહ્યું- સરકારની આ રણનીતિ આત્મઘાતી, કોરોના કાબૂમાં આવશે ત્યાં...

પૂર્વ RBI ગવર્નરે કહ્યું- સરકારની આ રણનીતિ આત્મઘાતી, કોરોના કાબૂમાં આવશે ત્યાં સુધી ઈકોનોમી બરબાદ થઈ જશે

68
0

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, દેશની જીડીપીનાં આંકડાઓથી તમામને એલર્ટ થઈ જવું જોઈએ. રાજને સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું કે, ઈનફોર્મલ સેક્ટરનાં આંકડાઓ જોડવામાં આવે તો ઈકોનોમીમાં 23.9 ટકા કરતાં પણ વધારે ઘટાડો જોવા મળી શકે છે. તેઓએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાને અમેરિકા અને ઈટાલી કરતાં પણ વધારે નુકસાન થયું છે. આ બંને દેશો કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત રહ્યા છે.
રાજને કહ્યું કે જ્યાં સુધી વાયરસ પર કાબૂ નહીં મેળવવામાં આવે ત્યાં સુધી ભારતમાં વિવેકપૂર્ણ ખર્ચ (discretionary spending)ની સ્થિતિ નબળી બની રહેશે. તેઓએ કહ્યું કે, સરકારે અત્યાર સુધી જે રાહત આપ છે, તે પૂરતી નથી. સરકાર ભવિષ્યમાં પ્રોત્સાહન પેકજ આપવા માટે આજે સંસાધનોને વેચવાની રણનીતિ પર ચાલી રહી છે જે આત્મઘાતી છે. સરકારી અધિકારી વિચારી રહ્યા છે વાયરસ પર કાબૂ મેળવ્યા બાદ રાહત પેકેજ આપશે, જે સ્થિતિની ગંભીરતાને બરાબર આંકી રહ્યા નથી. ત્યાં સુધી તો ઈકોનોમીને ઘણું નુકસાન થઈ જશે.
રાજને કહ્યું કે, જો તમે ઈકોનોમીને એક દર્દીની જેમ જોઈ રહ્યા છો તે તેને સતત સારવારની જરૂર છે. રાહત વગર લોકો ખાવાનું છોડી દેશે, તે બાળકોને સ્કૂલમાંથી નીકાળી દેશે અને તેઓને કામ કરવા અને ભીખ માગવા મોકલી દેશે, દેવું લેવા માટે પોતાની પાસે રહેલું સોનું ગિરવે મુકી દેશે, ઈએમઆઈ અને મકાનનું ભાડુ વધતું જશે. અને આ રીતે જ્યાં સુધી વાયરસ કાબૂમાં આવશે, ત્યાં સુધી તો ઈકોનોમી બરબાદ થઈ જશે.
આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું કે, એ ધારણા ખોટી છે કે સરકાર રિલીફ અને સ્ટિમુલસ, બંને પર ખર્ચ કરી શકતી નથી. રાજને કહ્યું કે, સંસાધનોને વધારવા અને બુદ્ધિપુર્વક સાથે ખર્ચ કરવાની જરૂર છે. ઓટો જેવા અમુક સેક્ટરોમાં માગમાં તેજી વી-શેપ્ડ રિકવરીનું પ્રમાણ નથી.


Previous articleRTIમાં થયો મસમોટો ખુલાસોઃ મોદી સરકારે આ 26 કંપનીઓનાં ખાનગીકરણનો તખતો તૈયાર કર્યો
Next articleઅમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી: જાણો કયા રાજ્યોમાં કેટલું દમ, ભારતીય મૂળના મતદાતાઓની શું ભૂમિકા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here