India

ઉત્તર પ્રદેશ ના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે, અમે ભાજપની વેક્સીન લગાવી શકીએ નહીં.

ભારત માં કોરોના મહામારી વચ્ચે પણ કેટલાક રાજકીય પક્ષો પોતાની બુદ્ધીનું પ્રદર્શન કરી રહ્યાં છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે  જાહેરમાં જ કોરોનાની વેક્સીન લેવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, અમને ભાજપ ની કોરોના વેક્સીન પર વિશ્વાસ નથી જેથી હાલ અમે વેક્સીન નહીં લઈએ.

સમાજવાદી પ્રમુખ અને ઉત્તર પ્રદેશ ના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે, હું હાલ કોરોનાની કોઈ જ રસી નહીં લવ. હું ભાજપની કોરોનાની વેક્સીન પર વિશ્વાસ ના કરી શકુ, જ્યારે અમારી સરકાર બનશે ત્યારે જ બધાને મફતમાં કોરોનાની વેક્સીન આપીશું. અમે ભાજપની વેક્સીન લગાવી શકીએ નહીં.

કેન્દ્ર સરકારની મફતમાં રસીકરણની જાહેરાત

આજે કેન્દ્ર તરફથી પણ કોરોના વેક્સિનના રસીકરણ પર મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વેક્સિનેશનના ડ્રાઇ રનનું નિરીક્ષણ કર્યા બાદ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, માત્ર દિલ્હી જ નહીં દેશભરમાં કોરોનાની વેક્સિન ફ્રીમાં લગાવવામાં આવશે.

તમામને નહીં અપાય કોરોનાની વેક્સીન

એ વાત મહત્વની કે, દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી લાગશે નહીં. સરકાર આ અગાઉ પણ અનેકવાર કહી ચુકી છે કે, બધા ભારતીયોને રસી લગાવવાની જરૂર પડશે નહીં. માત્ર એટલી વસ્તીને રસી લગાવવામાં આવશે જેથી કોરોના પ્રત્યે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ જાય એટલે કે કોરોના સંક્રમણની ચેન તૂટી જાય. હવે સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, જેને પણ કોરોનાની વેક્સિન લાગશે તેની પાસે એકપણ પૈસા લેવામાં આવશે નહીં. રસી કોને લાગશે, તે સરકાર નક્કી કરી રહી છે.

પ્રથમ તબક્કામાં આ લોકોને મળશે રસી

રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં સૌથી વધુ જોખમ વાળા વ્યક્તિને રસી આપવામાં આવશે. પહેલા તબક્કામાં 51 લાખ લોકોને રસી લગાવવામાં આવશે જેમાં હેલ્થકેર વર્કર, કોરોના વોરિયર, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો કે કોઈ અન્ય બીમારીથી પીડિત લોકો હશે. તેવી જ રીતે પહેલાથી જ કોઈ અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત લોકો, સ્વાસ્થ્યકર્મીઓ અને કોરોના વોરિયર સામેલ હશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું, રસીકરણના પ્રથમ તબક્કામાં દેશભરમાં સર્વોચ્ચ પ્રાથમિકતા વાળા લાભાર્થીઓને ફ્રી વેક્સિન આપવામાં આવશે. તેમાં 1 કરોડ હેલ્થકેર વર્કર અને 2 કરોડ ફ્રંટલાઇન વર્કર પણ સામેલ થશે. બાકી 27 કરોડ લોકોને જુલાઈ સુધી રસી લગાવવાની છે જેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.