Home Crime અંકલેશ્વર શહેરના પાંજરાપોળ પાસે એક ભિખારીને મારમારી મોતને ઘાટ ઉતારનાર ચાર ઝડપાયા

અંકલેશ્વર શહેરના પાંજરાપોળ પાસે એક ભિખારીને મારમારી મોતને ઘાટ ઉતારનાર ચાર ઝડપાયા

71
0

બે ભિખારી ઉપર હુમલાખોરો એ હુમલો કર્યો હતોશહેર પોલીસે ગણતરી ના કલાકો માં ચાર યુવકો ને ઝડપી પાડયા
અંકલેશ્વર શહેરના પંચાતી બજાર નજીક પાંજરાપોળ પાસે રાત્રી ના સમયે વરસાદ થી બચવા માટે મંદિરમાં આશરો લેવા જતા બે ભિખારી પર કેટલાક હુમલાખોરોએ હુમલો કર્યો હતો જેમાં એક ભિખારી નું મોત નીપજ્યું હતુ જ્યારે અન્ય એક ભિખારી ને ઇજા થઇ હતી. આ ઘટનામાં શહેર પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર ના પંચાટી બજાર પાસે આવેલ પાંજરાપોળ નજીક લીમડા ના ઝાડ નીચે રહેતા બે ભિખારીઓ વરસાદ થી બચવા માટે મંદિરમાં આશરો લેવા માટે ગયા હતા એ વખતે કેટલાક તોફાની તત્વોએ તેમના પર લાકડી વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક ભિખારીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતુ જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઘટના અંગે સ્થાનિક રહીશ ની ફરિયાદને આધારે શહેર પોલીસે તપાસ શરૂ કરી હતી. અને ઘટનામાં શહેર પોલીસે પંચાતી બજાર પાંજરા પોળ, સંતોષીમાતા ના મંદિરની પાછળ રહેતા સુનિલ સન્મુખભાઇ વસાવા, હિરેન દિપકભાઇ વસાવા, અમિષ સુરેશભાઇ વસાવા અને સોહન સતિષભાઇ વસાવા  ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here