India

જમ્મુ-કાશ્મીર ના નગરોટામાં બે દિવસ પહેલા થયેલા એન્કાઉન્ટર માં જૈશ-એ-મોહમ્મદના 4 આતંકી માર્યા ગયા હતા.

જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir) ના નગરોટા (Nagarota) માં બે દિવસ પહેલા થયેલા એન્કાઉન્ટર (Encounter) માં જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammadd)ના 4 આતંકી (Terrorist) માર્યા ગયા હતા. આ તમામ આતંકીઓ મુંબઈમાં (Mumbai Attack) થયેલા 26/11 જેવો જ હુમલો કરવાની ફિરાકમાં હતાં. હવે આ મામલે સનસની ખુલાસો થયો છે. ઠાર કરવામાં આવેલા ચારેય આતંકવાદીઓ પાકિસ્તાન (Pakistan)માં બેઠેલા પોતાના હેન્ડલર્સના સંપર્કમાં હતા. એના જીવંત પુરાવા આ આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા છે.

ભારતીય સુરક્ષા દળો (Indian Security Forces) એ આતંકવાદીઓની કબજે કરેલી સામગ્રીમાં ખાસ તો પાકિસ્તાનની માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ (Micro Electronics) નામની કંપનીએ બનાવેલો ડિજિટલ મોબાઇલ રેડિયો (Digital Mobile Radio) હતો. આ રેડિયો દ્વારા આતંકવાદીઓ પોતાના આકાઓના પ્રત્યક્ષ સંપર્કમાં હતા. 26/11 મુંબઇમાં દરિયાઇ માર્ગે થયેલા આતંકવાદી હુમલા વખતે પણ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના સીધા સંપર્કમાં રહ્યા હતા. નગરોટા હુમલાના આતંકીઓને આતંકવાદી મસૂદ અઝહરનો ભાઇ લોકોને દિશાસૂચન કરી રહ્યો હતો.

આતંકીઓ સાથે પાકિસ્તાની હેન્ડલરની ચેટ આવી સામે

મૃત આતંકીઓ પોતાના પાકિસ્તાની આકાઓના સંપર્કમાં હતાં તેના પુરાવા હાથ લાગ્યા છે. એક આતંકીને ફોન દ્વારા તેના હેન્ડલરે મેસેજમાં પૂછ્યું હતું કે, કહાં પહુંચે? ક્યા સૂરતેહાલ હૈ? કોઈ મુશ્કિલ તો નહીં? જેવા જવાબમાં આતંકીએ કહ્યું હતું કે, ‘2 વાગ્યે. આ બધાં ચેટ રોમન લેટર્સમાં છે.

બોર્ડર ક્રોસ કરી તે પહેલાં અપ્યા હતા મોબાઈલ ફોન

ગુપ્તચર એજન્સીઓનાં સૂત્રોના અનુસાર, આ આતંકીઓને મોબાઈલ ફોન બોર્ડર ક્રોસ કરતાં પહેલાં આપવામાં આવ્યા હતા. ભારતની સરહદમાં આવ્યા પછી એક ગાઈડ તેમને જમ્મુ-દિલ્હી હાઈવે સુધી લાવ્યો હતો. ત્યાંથી તેમને ટ્રકમાં બેસાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓ આતંકીઓના એ ગાઈડની શોધ કરી રહી છે.

આતંકવાદીઓના મૃતદેહો પાસેથી મળેલા ડિજિટલ મોબાઇલ રેડિયોમાં સંઘરાયેલા સંદેશાઓ જોતાં ખ્યાલ આવી જતો હતો કે આતંકવાદીઓ પોતાના હેન્ડલર્સના સંપર્કમાં હતા. પાકિસ્તાનમાંથી જે પ્રકારના આદેશો મળતા હતા એ રીતે આતંકવાદીઓ આગળ વધી રહ્યા હતા. સિક્યોરિટી દળોએ ટ્રકમાંથી ભારે પ્રમાણમાં વિસ્ફોટકો પણ કબજે કર્યા હતા. આ વિસ્ફોટકો પરથી સમજાતું હતું કે આતંકવાદીઓ કોઇ મોટું ઓપરેશન પાર પાડવાના હતા.

Leave a Reply

Your email address will not be published.