Home Surat અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે વિનામૂલ્યે કોવિડ ટેસ્ટિંગ નો પ્રારંભ કરાયો

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે વિનામૂલ્યે કોવિડ ટેસ્ટિંગ નો પ્રારંભ કરાયો

39
0

ડિસ્પેન્સરી ખાતે ૭૦ લોકો એ ટેસ્ટિંગ કરાવ્યું
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જીલ્લા આરોગ્ય વિભાગ ના સહયોગ થી ડિસ્પેન્સરી ખાતે વિનામૂલ્યે કોવિડ ના ટેસ્ટિંગ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે ૭૦ લોકો એ કોવિડ-૧૯ નો ટેસ્ટ કરાવ્યો હતો


કોરોના મહામારીએ દરેક વિસ્તારને પોતાના અજગરી ભરડામાં લીધા છે ત્યારે કોવિડ સંક્રમિત લોકોનું વહેલામાં વહેલી તકે ટેસ્ટિંગ થાય તેવા પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ પાલિકા ની ડિસ્પેન્સરી ખાતે વિનામૂલ્યે કોવિડ ટેસ્ટિંગ ની શરુઆત કરવામાં આવી છે
ભરૂચ જીલ્લા આરોગ્ય કેન્દ્ર અને અંકલેશ્વર નગરપાલિકા ના સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલા ટેસ્ટિંગ કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે જ ૭૦ જેટલા લોકો એ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનયભાઇ વસાવા, કારોબારી ચેરમેન સંદીપભાઇ પટેલ અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ અને લોકોને કોરોના સામે રક્ષણ માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ સાથે સામાજીક અંતર જાળવવા ની પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત


Previous articleસાવરકુંડલા માં શિવાજી નગર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
Next articleડાંગ જિલ્લાની આહવા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા વધારવા બાબતે આમ આદમીનું કલેક્ટરને આવેદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here