Home South-Gujarat દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ નગર માં મફતમાં...

દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ નગર માં મફતમાં માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું

18
0

દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરુચ એ આરોગ્ય , શિક્ષણ, જરૂરિયાતમંદ બહેનોની રોજગારી તેમજ બાળકોના વિકાસ માટે કાર્યરત સંસ્થાઓ છે.


કોરોના મહામારીના સમયમાં દેસાઈ ફોઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં (બે લાખ) થી વધારે માસ્ક બનાવવા માં આવ્યા છે જેથી કોરોના મહામારીના સમયમાં ભરુચની બેહનોને રોજગારી મળી રહે.

આજરોજ દેસાઈ ફોઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ નગરમા મફત માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું છે નેત્રંગ ગ્રામપંચાયત ના સરપંચ તેમજ પોલીસ ની મદદથી તેમજ નેત્રંગ પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ એન.જી.પાંચણી આગેવાની મા પંચાયત ભવન સહીત આજુબાજુના વિસ્તારમાં 4000 (ચાર હજાર) જેટલા કોટન ફેસ માસ્કનુ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યુ..

દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ ધ્વારા કોરોના મહામારી દરમિયાન જરૂરમંત વર્ગ ને મફતમાં માસ્ક વિતરણનું કાર્ય નિરંતર રીતે કરી રહ્યા છે.



નેત્રંગ ના સરપચ સીમાબેન બાલુ ભાઈ વસવા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એન.જી.પાંચણી એ દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો..

દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

Previous articleકોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય
Next articleમાળીયા હાટીના ખાતે 50 બેડ ધરાવતું કોવિડ કેર સેન્ટર સંસદ રાજેશભાઇ ચુડાસમા ના હસ્તે ખુલ્લું મુકાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here