South-Gujarat

કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીનેઅન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીઍ-નાયબમામલતદાર શ્રી હાર્દિક ધોળીયા

નવસારીઃ આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાઍ ભરડો લીધો છે, તેવા સમયે નવસારી શહેરે કોરોનાની કામગીરીમાં કયાંય પાછીપાની નથી કરી. તેમ જિલ્લા સેવા સદન ખાતે પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રી હાર્દિક ધોળીયાઍ જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી મુશકેલી ભરી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર કામ કરી રહયું છે. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો.

આજે મને કહેતા આનંદ થાય છે કે, હું સ્વસ્થ થયો તેના પછી થોડાક દિવસોમાં મે પહેલી વાર મારૂં પ્લાઝમા ડોનેટ કર્યું હતું. તેથી જ હું લોકોને અપીલ કરૂં છું કે, કોરોના ઍ કોઈ ઍવી મોટી બિમારી નથી. તેથી તેનાથી ડરવાની નહી પરંતુ સાવચેતી અવશ્ય રાખવાની છે. જો તમને કોરોના થાય તો પણ દેશી કાઢા – ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરવાથી જરૂરી તકેદારી રાખવાથી ઍ થોડાક દિવસોમાં તમારા શરીરમાંથી દૂર થશે. પરંતુ આ માટે તમારે પહેલા મનથી સ્વસ્થ થવું પડશે. જો તમે ડરશો તો દવા પણ કામ નહી કરે. અને ઍટલે જ હું કહું છું કે જો કોરોના થાય તો તેની દવા પણ થાય જ છે.

કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં હાર્દિકભાઇ વધુમાં કહે છે કે, હું ઍક કોરોના વોરિયર્સ તરીકે નવસારીવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ.

(શેખર ખેરનાર ડાંગ )

Leave a Reply

Your email address will not be published.