Home Gujarat ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂ. ૩૪૪ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા નાયબ...

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂ. ૩૪૪ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

41
0

સાકરદા-ભાદરવા- સાવલી રોડ રૂ.૮૨ કરોડના ખર્ચે ચાર માર્ગીય બનશે
મહિસાગર નદી ઉપર ખેડા જિલ્લાને જોડતો રૂ. ૩૬.૩૬ કરોડના ખર્ચે
નિર્મિત પુલ અને એપ્રોચ રોડનું ઈ-લોકાર્પણ
ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂ. ૩૪૪ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
સમગ્ર રાજ્યમાં રસ્તાના રિકારપેટ સહિતના કામો માટે રૂ. ૩૬૦૦ કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે

વડોદરા : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગરથી વીડિયો કોંફરન્સના માધ્યમથી સાકરદા-ભાદરવા-સાવલી રોડને રૂ. ૮૨ કરોડના ખર્ચે હયાત ૭ મીટર પહોળા રસ્તાને ચાર માર્ગીય કરવાના કામનું અને સાવલી તાલુકાના મેશરી અને કરાળ નદી ઉપર અંદાજિત ૨૩.૮૩ કરોડના ખર્ચે મેજર બ્રિજ બાંધવાનું કામ ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. સાથો સાથ શ્રી પટેલે ડેસર તાલુકાના શિહોરા ગામ પાસે મહિસાગર નદી ઉપર ખેડા જિલ્લાને જોડતો રૂ. ૩૬.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત પુલ અને એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે પ્રજાકીય અને વિકાસના કામો વિલંબમાં ન મુકાય તેની તકેદારી સાથે ટીમ વર્કથી કામ કરવામાં આવી રહ્યું છે. આ ટીમ વર્ક અને સહિયારા પ્રયાસોથી રૂ.૩૪૪ કરોડના વિકાસના કામોનું ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યું છે. જેથી જનસુવિધામાં ધરખમ વધારો થશે. સાથે જ રાજ્ય સરકારે જિલ્લા-તાલુકાને જોડતા અને અન્ય માર્ગોના રિકારપેટ સહિતના કામ માટે રૂ.૩૬૦૦ કરોડનું માતબર અનુદાન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ માટે દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રાથમિકતા ધરાવતા કામોની યાદી મોકલી આપે, જેથી સત્વરે તેની મંજૂરીની કામગીરી હાથ ધરી શકાય. ઉપરાંત નાયબ મુખ્યમંત્રીશ્રીએ વર્ષોથી વડોદરાના પ્રભારી મંત્રી હોવાથી તેના પ્રત્યે વિશેષ પ્રેમભાવ વ્યક્ત કર્યો હતો.
સાવલી તાલુકા સેવા સદન ખાતે યોજાયેલા ઈ-ખાતમુહૂર્ત/લોકર્પણ સમારોહમાં સાંસદ સભ્ય શ્રીમતિ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, વિકાસને વરેલી રાજ્ય સરકારે આપણા પશ્ર્નો રજૂઆતોને માન્ય રાખી હકારાત્ક નિરાકરણ લાવ્યું છે. આ વિસ્તારના વિકાસ માટે મોટા પ્રમાણમાં અનુદાન ફાળવ્યું છે. ખાસ કરીને સાકરદા-ભાદરવા-સાવલી રોડ મંજૂર કરવા માટે રાજ્ય સરકારનો વિશેષ આભાર માન્યો હતો.
ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈનામદાર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, સાકરદા-ભાદરવા-સાવલી રોડ ચાર માર્ગીય રસ્તો બનવાથી આ વિસ્તારની રોનક બદલાઈ જશે અને રોજગારીના નવા દ્વાર ખુલશે. ટેકનિકલ કારણોસર આ માર્ગ બનાવવા માટેની મંજૂરીમાં થોડા અવરોધો રહેલા હતા, આ રોડ પહેલાં પંચાયત હસ્તક હતો જેને રાજ્ય સરકાર હસ્તક તબદીલ કરાવવામાં આવ્યો. જેથી રૂ. ૮૨ કરોડના ખર્ચે ચાર માર્ગીય આ રોડ નિર્માણ પામશે. સાથે શ્રી ઈનામદારે સાવલી તાલુકાને વિકાસમાં રાજ્યમાં નંબર-૧ તાલુકો બનવાની નેમ વ્યક્ત કરવા ઉપરાંત વિકાસના કામો માતબર અનુદાન ફાળવવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાવલી-ડેસર તાલુકા માટે રૂ. ૧૪૨ કરોડના વિકાસના કામોનુ ખાતમુહૂર્ત-લોકાર્પણ ઉપરાંત વડોદરા જિલ્લામાં રૂ.૭.૭૬ કરોડના ખર્ચે નવીન વાઘોડીયા તાલુકા સેવા સદન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વાઘોડીયા, વડોદરા, કરજણ, અને ડભોઈ તાલુકામાં અનુક્રમે રૂા.૧૪.૪૦ કરોડ, ૯.૬૭ કરોડ, ૯.૬૦ કરોડ, ૯.૩૩ કરોડના કામનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી ડી. આર. પટેલ, અધિક્ષક ઈજનેર શ્રી એસ. જે. પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રી કે. આર. થોરટ, પ્રાંત અધિકારી શ્રી રાજપૂત સહિત જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો-અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રોહિત ૦૦૦


Previous articleદેશ ની એકતા, અખંડતા ને અસ્થિર કરવા બહાર આવેલા તત્ત્વોને દેશભક્તિથી જનતા જવાબ આપે -મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
Next articleગુજરાત સરકારની વધુ એક સિદ્ધિ મુખ્યમંત્રીશ્રીના જનસંવાદ કેન્દ્રમાંથી છેલ્લા ૧૧ માસમાં બે લાખથી વધુ નાગરિકો સાથે સીધો સંવાદઃ ફીડબેક મેકેનિઝમનું ઉત્તમ મોડેલ પૂરું પાડ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here