Home Astrology 10 સપ્ટેમ્બરથી નવગ્રહોના સેનાપતિ મેષ રાશિમાં પોતાની રાશિમાં વક્રી એટલે કે ઉલ્ટી...

10 સપ્ટેમ્બરથી નવગ્રહોના સેનાપતિ મેષ રાશિમાં પોતાની રાશિમાં વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચાલવા જઈ રહ્યો છે….

52
0

10 સપ્ટેમ્બરથી નવગ્રહોના સેનાપતિ મેષ રાશિમાં પોતાની રાશિમાં વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચાલવા જઈ રહ્યો છે. આ રાશિમાં મંગળ 4ઓક્ટોબર સુધી વક્રી ચાલ ચાલશે અને મીન રાશિમાં પહોંચ્યા પછી તે 13 નવેમ્બર સુધી ઉલ્ટી ચાલથી આગળ વધશે. આ સમયગાળા દરમિયાન, ઓક્ટોબર 4 સુધી મંગળ ગ્રહનો સંચાર મૂંઝવણભર્યો અને પરેશાનીભર્યો રહેશે ચાલો જોઈએ કે મંગળની ઉલ્ટી ચાલ તમારા માટે કેવી રહેશે.
મેષ રાશિ
તમારી રાશિનો સ્વામી છે મંગળ અને તમારી પોતાની રાશિમાં વક્રી થઇ રહ્યો છે. પોતાની વક્રી ચાલથી લગ્નભાવમાંથી પસાર થશે આ સમય દરમિયાન તમે આત્મવિશ્વાસ ગુમાવી શકો છો અને તમારી એનર્જા પર પણ અસર થઈ શકે છે. કામનો ભાર તમારા પર વધશે અને આ સમયમાં તમે થાકનો અનુભવ પણ કરશો. આ તબક્કામાં કેટલાક વિવાદો પણ તમને ઘેરી શકે છે.
વૃષભ રાશિ
મંગળ તમારા 12માં ભાવમાં વક્રી થઇને ગોચર કરશે. આ સ્થાનને વ્યય સ્થાન કહે છે. આને કારણે તમારા ખર્ચમાં ભારે વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યમાં પણ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. જો કે થોડી કાળજી રાખશો તો ફાયદો થશે.
મિથુન રાશિ
મંગળ તમારા 11માં ભાવમાં વક્રી થઇને ગોચર કરશે. આ સ્થાનને કર્મ સ્થાન કહેવામાં આવે છે. તમને આ ગોચરથી ઘણા ફાયદાઓ મળવાના છે. તમારા પ્રયત્નો સફળ થશે. તમારી આસપાસનું વાતાવરણ પણ ખુશ રહેશે. તમે કોઈ પ્રિયજન સાથે રોમાંસનો અનુભવ કરી શકો છો અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે.
કર્ક રાશિ
મંગળ તમારા 10માં ભાવમાં વક્રી થઇને ગોચર કરશે. આ ભાવ પિતૃઓનો છે. તેની અસરથી, તમે આ દરમિયાન કેટલાક સારા વ્યવસાયો કરી શકો છો. અગાઉના રોકાણોથી પણ તમને ફાયદો થશે. આ સમયે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને પરિવારમાં ખુશીઓ રહેશે.


Previous articleદેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે….
Next articleબિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરે રાજ્યની સૌથી મોટી રાજનૈતિક બેઠક યોજાઈ હતી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here