Home Kheda (Anand) જી. ટી. યુ.ની ૫ માં અને ૭ માં સેમિસ્ટર ની પરીક્ષામાં એસ.વી.આઈ.ટી....

જી. ટી. યુ.ની ૫ માં અને ૭ માં સેમિસ્ટર ની પરીક્ષામાં એસ.વી.આઈ.ટી. વાસદ નું ઝળહડતુ પરિણામ.

83
0

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલા જ એન્જિનિયરિંગની સેમિસ્ટર ૫ અને ૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓમાં એસ.વી.આઈ.ટી. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નું પરિણામ ખૂબ સુંદર રહ્યો છે.
૫ માં સેમિસ્ટરમાં ૧૦ વિદ્યાર્થીઓના ૯ અને તેથી વધુ સી.પી.આઈ છે, અને ૧૩૭ થી વધુ વિદ્યાર્થીઓ ના ૮ થી વધુ સી.પી.આઈ છે. જ્યારે સેમિસ્ટર ૭ માં ૨૧ વિદ્યાર્થીઓના ૯ અને તેથી વધુ સી.પી.આઈ.છે જયારે ૨૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓના ૮ થી વધુ સી.પી.આઈ છે.

૫ માં સેમિસ્ટરમાં જીટીયુ નું ઓવરઓલ પરિણામ ૬૫.૭૫ ટકા છે, અને વલ્લભ વિદ્યાનગર ઝોનનું પરિણામ ૬૭.૩૯ ટકા છે. આની સામે એસવીઆઇટી નું પરિણામ ખૂબ ઊંચું એટલે કે ૮૧.૬૩ ટકા રહ્યો છે.

૭ માં સેમિસ્ટરમાં જીટીયુ નું ઓવરઓલ પરિણામ ૭૯.૭૫ ટકા રહ્યો છે, અને વલ્લભ વિદ્યાનગર ઝોનનું પરિણામ ૮૦.૫૦ ટકા છે. આની સામે એસવીઆઇટી નું પરિણામ ખૂબ ઊંચું એટલે કે ૮૧.૬૩ ટકા રહ્યો છે.
આમ જીટીયુ અને વલ્લભ વિદ્યાનગર ઝોન ના પરિણામોની સરખામણી માં એસવીઆઈટીનું પરીણામ ૫ માં અને ૭ માં બંને સેમિસ્ટરમાં ચઢીયાતુ રહ્યો છે.

જીટીયુની ૧૧૪ એન્જિનિયરિંગ કોલેજોમાં ૫ માં સેમિસટર ૧૦ માં સ્થાને અને ૭ માં સેમિસ્ટરમાં ૧૩ માં સ્થાને એસવીઆઈટી રહી છે.
વિદ્યાર્થીઓ એ પોતાના આવા ઝળહળતા પરિણામ માટે અધ્યાપકનો આભાર માનતા જણાવ્યું હતું કે એસ.વી.આઈ.ટી. ના અધ્યાપકોએ કોવિડ ની આ મહામારી અને લોકડાઊન માં પણ ફોન પર વિદ્યાર્થીઓને શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને તથા શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા તમામ પ્રાધ્યાપકો ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleદાહોદમાં એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે
Next articleઝઘડિયા તાલુકાનું ઉમલ્લા નું બજારો પણ બપોરે ૨ વાગ્યા બાદ બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here