Home Gujarat ગાંધીનગર : કોર્પોરેશનની ચૂંટણી : આમ આદમી પાર્ટીએ સુરત-રાજકોટથી કાર્યકરો ઉતાર્યા

ગાંધીનગર : કોર્પોરેશનની ચૂંટણી : આમ આદમી પાર્ટીએ સુરત-રાજકોટથી કાર્યકરો ઉતાર્યા

54
0

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને નવ દિવસ બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગ જીતવા માટે સુરત અને રાજકોટથી કોર્પોરેટર – કાર્યકરોની ફોજ ગાંધીનગરમાં ઉતારી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે ફિલ્મ અભિનેતા સોનુ સુદ પણ આવે તેવી અટકળો વહેતી થતાં આપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત કરવા માટે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ મતદારોને રીઝવવા માટે મરણિયા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ડોર ટુ ડોર પ્રચારની સાથે રાત્રી બેઠકો પણ ભરવામાં આવી રહી છે. ગાંધીનગરના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ તો કરી લીધો છે, પરંતુ હજી સુધી આમ આદમી પાર્ટી પાસે જોઈએ તેવું કાર્યકરોની સંખ્યા થઈ શકી નથી. જોકે, તેમ છતાં આમ આદમી પાર્ટી નાનામાં નાના મતદારો સાથે સીધો સંપર્ક બનાવી ચૂકી છે.

બીજી તરફ ભાજપ મહિનાઓ અગાઉથી જ ચૂંટણી લક્ષી કામગીરીમાં એક્ટિવ થઈ ગયું હતું. વોર્ડ વાઇઝ વિવિધ સેલની રચના કરી વોર્ડ દીઠ એક હજાર જેટલા કાર્યકરો ભાજપને જીતાડવા માટે સક્રિય થઈ ચૂક્યા છે. જેની પાછળનું ભાજપનું ગણિત એવું મનાઈ રહ્યું છે કે વોર્ડ દીઠ વિવિધ સેલ અંતર્ગત સ્થાનિકોને હોદ્દાઓ આપવાથી હોદ્દેદારો 100 જેટલા મતો પણ ભાજપ તરફી લાવે તોપણ આંકડો મોટો થઈ જાય તેમ છે.

રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે આમ આદમી પાર્ટીએ પણ સુરત અને રાજકોટથી બસ્સો જેટલા કાર્યકરોને ગાંધીનગરમાં ઉતારી દીધા છે. કહેવાય છે કે, આગામી દિવસોમાં વધુ એક હજાર કાર્યકરો પણ બહારથી લાવવામાં આવશે. આ કાર્યકરો સુરત પેટર્ન મુજબ ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે.

મતદારો સાથેનાં સીધા સંવાદમાં ભાષા પરથી જ લોકોને ખબર પડી ગઈ છે કે તેમનાં આંગણે આવતા કાર્યકરો સ્થાનિક નહીં પરંતુ બહારના છે. તો સુરતના દસ જેટલા કોર્પોરેટર પણ કાર્યકરો સાથે ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારમાં લાગી છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે ગાંધીનગરમાં ફિલ્મ અભિનેતા સોનુ સુદ પણ આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે. તેમજ આપના દિગ્ગજ નેતા મનીષ સિસોદીયા પણ આવશે ત્યારે ભાજપ કોંગ્રેસના કાર્યકરો તેમજ નામી નેતાઓ પણ ઝાડુ પકડી લેય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

Previous articleઆણંદના કુંજરાવના યુવકે મહીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું, બે દિવસ પહેલાં ગુમ થયા હતા
Next articleપૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here