Home Gujarat કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર, ‘વિશ્વાસ ન હોવાથી પ્રોક્સીવોટ કરાવે...

કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર, ‘વિશ્વાસ ન હોવાથી પ્રોક્સીવોટ કરાવે છે’

96
0

રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણીનું આજે મતદાન છે. રાજ્યસભાની 4 બેઠક પર 5 ઉમેદવાર મેદાને છે, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. ભાજપે આ ચૂંટણીમાં ત્રણ જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પંચે પણ આ ચૂંટણી માટે તમામતૈયારીઓ પુરી કરી લીધી છે. ગુજરાત વિધાનસભા સંકુલના ચોથા માળે મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આજે સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી કોંગ્રેસ ભાજપના ધારાસભ્યો મતદાન કરી શકશે, અને સાંજે 5 વાગ્યે મત ગણતરી હાથ ધરાશે. જો અન્ય કોઈ માથાકૂટ નહીં થાય ત્રણેક કલાકમાં જ ચૂંટણીનું પરિણામ પણ આવી જશે.
 
ચૂંટણીનો મુખ્ય અંશો:


 • કોંગ્રેસના ધારાસભ્યો વિમલ ચુડાસમા અને ગુલાબસિંહનો દાવો
 • અમારી પાસે પૂરતા મત છેઃ કોંગ્રેસ
 • અમારા બંને ઉમેદવાર જીતશે: કોંગ્રેસ
 • પરિણામ આવે ત્યારે રણનીતિ બહાર આવશે: કોંગ્રેસ
 • NCPએ અમને જ વોટ આપ્યો છેઃ કોંગ્રેસ
 • BTP પણ અમને જ મત આપશે: કોંગ્રેસ
 • બંધ બારણે ભાજપના નેતાની BTPના MLA સાથે બેઠક
 • મહેશ વસાવા અને છોટુ વસાવાને મનાવવા પ્રયાસ
 • ભરતસિંહ પરમારે BTPના ધારાસભ્યો સાથે કરી બેઠક
 • છોટુ વસાવા વર્ષોથી અમારી સાથે હતા અને રહેશે: ભરતસિંહ
 • ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નિશ્ચિત: ભરતસિંહ
 • કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર
 • ભાજપને પોતાના MLA પર વિશ્વાસ નથી: ગેનીબેન
 • વિશ્વાસ ન હોવાથી પ્રોક્સીવોટ કરાવે છે: ગેનીબેન
 • રાતોરાત હોસ્પિટલમાં દાખલ કરાવવા પડે છે: ગેનીબેન
 • NCPએ આપેલા વ્હીપ મુજબ કાંધલ જાડેજાએ મતની પ્રતિક્રિયા
 • પક્ષે આપેલા વ્હીપ મુજબ મતદાન કર્યું: કાંધલ
 • NCPએ કોંગ્રેસને મત આપવાનું આપ્યું હતું વ્હીપ
 • BJP સાથે મારે પર્સનલ સંબંધ છે: કાંધલ જાડેજા
 • ભાજપનાં સમયમાં અધિકારોનું હનનઃ અમિત ચાવડા
 • છોટુ વસાવા લડાઇ લડી રહ્યાં છેઃ અમિત ચાવડા
 • છોટુભાઇનાં પક્ષની વિચારધારા કોંગ્રેસને મળતીઃ અમિત ચાવડા
 • આદિવાસીઓનાં અધિકારોની વાત કોંગ્રેસ પણ કરે છેઃ ચાવડા
 • BTP અને કોંગ્રેસની માગ સમાન છે: અમિત ચાવડા
 • દલિત સમાજના બજેટ માટે કોંગ્રેસે માગ કરી હતી: ચાવડા
 • ‘આદિવાસી અને દલિત સમાજના હકનું હનન નહીં થાય’
 • ભાજપમાં અનેક લોકો નારાજ છેઃ ચાવડા
 • મતદાનમાં પણ આ નારાજગી જોવા મળશેઃ ચાવડા
 • ભાજપનાં સાજા – સમા ધારાસભ્ય કેમ વ્હિલચેરમાં લાવવા પડ્યાઃ ચાવડા
 • પેસા એક્ટ માટે લડાઈ લડી રહ્યા છે: અમિત ચાવડા
 • કોંગ્રેસ ગઈકાલથી જ હારી ગઈ છે: CM રૂપાણી
 • કોંગ્રેસ પરિણામ જાણે છે, ક્લીયર છે: CM રૂપાણી
 • ભાજપના ધારાસભ્યોનું એક થઈને મતદાન: CM રૂપાણી
 • મતગણતરી પછી કોંગ્રેસની જૂથબંધી ખુલ્લી પડશે: CM
 • હારના ડરથી પરેશ ધાનાણી સુપ્રીમ કોર્ટ ગયા: CM
 • અમે ભાજપ – કોંગ્રેસ બંને પાર્ટીથી દુ:ખી છીએ: BTP
 • સરકારે અમારી માગણી સ્વીકારી નથી: છોટુ વસાવા
 • હજુ અમે મતદાન કરવાનું નક્કી નથી કર્યું: છોટુ વસાવા
 • અમે મતદાન ન પણ કરીએ: છોટુ વસાવા
 • બધાને અમારી જરૂર છે: છોટુ વસાવા
 • એમ્બ્યુલન્સમાં આવીને કેસરીસિંહે મતદાન કર્યું
 • ભાજપનાં MLA કેસરીસિંહ મતદાન કરી બહાર નીકળ્યા
 • કેસરીસિંહને સ્ટ્રેચરમાં મતદાન માટે લવાયા હતા
 • મતદાન કર્યા બાદ તેમને એમ્બ્યુલન્સમાં પરત લઇ જવાયા
 • શંકરસિંહ ચૌધરીએ કેસરીસિંહની સાથે રહીને મતદાન કર્યું
 • રાજ્યસભાના ચાલુ મતદાને ભાજપમાં બેઠકોનો દોર
 • ભાજપના પ્રભારી અને નિરીક્ષકે મતદાન કેન્દ્ર પર હાજર
 • ભુપેન્દ્ર યાદવ અને આશિષ સેલાર મતદાન કેન્દ્ર પર હાજર
 • સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, કે.સી. પટેલ રહ્યા હાજર
 • તમામ મતદાન પર રખાઈ રહ્યું છે નજર
 • રાજ્યસભાની ચૂંટણીને લઈને ચાલી રહ્યું છે મતદાન
 • અત્યાર સુધી 30થી વધુ ધારાસભ્યોએ કર્યું મતદાન
 • કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે મહત્વપૂર્ણ નિવેદન
 • સાંજે મતદાન ગણતરી વખતે જોઈ લેજો, કૉંગ્રેસ બંને બેઠકો જીતશે
 • કૌશિક પટેલે પણ મતદાન કર્યું
 • ભાજપના ધારાસભ્ય બાબુભાઈ બોખરિયાએ મતદાન કર્યું
 • મતદાન શરૂ થયાનો પોણો કલાક પૂર્ણ
 • ભાજપના આઠ જેટલા ધારાસભ્યોએ મતદાન કર્યું
 • ગાંધીનગર: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મતદાન દરમિયાન બહાર નીકળ્યા
 • અમિત ચાવડાએ હાઈકમાન્ડ સાથે ટેલિફોનિક કરી વાતચીત
 •  મતદાનના અડધો કલાક બાદ અમિત ચાવડા આવ્યા બહાર
 • મતદાન કેન્દ્ર બહાર આવી હાઈકમાન્ડ સાથે કરી વાત
 • અમે ભાજપ – કોંગ્રેસ બંને પાર્ટીથી દુ:ખી છીએ: BTP
 • સરકારે અમારી માગણી સ્વીકારી નથી: છોટુ વસાવા
 • હજુ અમે મતદાન કરવાનું નક્કી નથી કર્યું: છોટુ વસાવા
 • અમે મતદાન ન પણ કરીએ: છોટુ વસાવા
 • બધાને અમારી જરૂર છે: છોટુ વસાવા
 • સુરત ભાજપ ધારાસભ્ય પૂરણેશ મોદીનું નિવેદન..
 • ભાજપની જીત નક્કી, કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણાઑ
 • મતદાન પહેલા ભાજપના ત્રણે ઉમેદવારોનો ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો
 • મોરારી બાપુ પર હુમલાના પ્રયાસમાં જણાવ્યું આજનો વિષય આપણો ચૂંટણી છે.
 • વિધાનસભામાં કેસરીસિંહને એમ્બ્યુલન્સમાં લવાયા
 • ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ નાદુરસ્ત
 • કેસરીસિંહને સ્ટ્રેચરમાં મતદાન માટે લવાયા
 • ચૂંટણી પહેલાં જીતુ વાઘાણીનું મોટું નિવેદન
 • કૉંગ્રેસમાં હુંસાતુંસી જેવો માહોલ, હજુ પણ કૉંગ્રેસના મત મળશે
 • કૉંગ્રેસ MLA શૈલેષ પરમારનું નિવેદન
 • બંને ઉમેદવારોને કુલ 70 મત જોઇએ પણ અમારા બંને ઉમેદવારને કુલ 71 મત મળશે અને જીતશે
 • કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા
 • હોટેલ ઉમેદથી વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો
 • રાજ્યસભાને લઈને મતદાન માટે પહોંચ્યા કોંગી MLA
 • રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર
 • ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ નાદુરસ્ત
 • કેસરીસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા: સૂત્ર
 • પોસ્ટલ બેલેટથી કેસરીસિંહનું મતદાન કરાવાશે

રાજ્યસભા ચૂંટણીનું મતદાનમાં કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડિયા અધિકૃત એજન્ટ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ મોઢવાડિયાને બતાવવો પડશે મત. શક્તિસિંહના ચૂંટણી એજન્ટ શૈલેષ પરમાર છે. ભરતસિંહના ચૂંટણી એજન્ટ અમિત ચાવડા છે. શક્તિસિંહના પોલિંગ એજન્ટ અશ્વિન કોટવાલ છે. ભરતસિંહના પોલિંગ એજન્ટ સી.જે.ચાવડા છે. કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડિયા અધિકૃત એજન્ટ છે.
આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોની એક બેઠક મળશે. રાજ્યસભા ચૂંટણીમાં મતદાન પહેલા કોંગ્રેસની બેઠક ઘણા બધા સંકેતો આપે છે. ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યોને વ્યક્તિગત વ્હીપ આપશે. બેઠક બાદ બસથી ધારાસભ્યો ગાંધીનગર પહોંચશે.
રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણીની તૈયારીઓ કેવી કરવામાં આવી છે, તેનું સમીક્ષા ખુદ મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી છે. વેબ કાસ્ટિંગથી કેન્દ્રીય ચૂંટણીપંચ કાર્યવાહી જોઈ શકશે. ભાજપમાં શંભુજી ઠાકોર, પરસોત્તમ સોલંકી સહાયક સાથે મતદાન કરશે. તેના માટે શંભુજી ઠાકોરના સહાયક તરીકે રજની પટેલ અને પરસોત્તમ સોલંકીના સહાયકમાં હીરા સોલંકી મતદાન કરશે. બીજી બાજુ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અનેક નિયમોનું પાલન કરવામાં આવશે. તેના માટે થર્મલ સ્કેનર, માસ્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે. જો કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતા 8 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યુ હતુ. આ વખતે પણ બન્ને પક્ષને ક્રોસ વોટીંગનો ભય સતાવી રહ્યો છે.
કોંગ્રેસમાંથી તાજેતરમાં જ કુલ 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જશે એવુ મનાઈ છે. જ્યારે કોંગ્રેસે પણ વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે ધારાસભ્યોને રીસોર્ટમાં રાખ્યાં હતા. આ ચૂંટણીમાં 1 મત પણ ખૂબ જ કીંમતી છે. કારણ કે માત્ર 1 મત બાજી પલટી નાખે છે. 2017ની ચૂંટણીમાં આવા જ એક મતને કારણે ભાજપના ઉમેદવાર હારી ગયા હતા
ચૂંટણી પંચે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે મતદાન કરવા આવતા તમામ ધારાસભ્યો માટે પણ માસ્ક ફરજીયાત કર્યા છે. તેમજ હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ અને સોશિયલ ડીસ્ટન્સિંગનો અમલ કરવાનો આદેશ પણ આપ્યો છે. એક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર પડશે. કોંગ્રેસ પાસે માત્ર 65 મત હોવાથી અને 1 અપક્ષ તથા 2 બીટીપીના મત ગણીએ તો પણ તેને માત્ર 1 બેઠક મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એરપોર્ટ નજીકની હોટલમાં રખાયા છે, ગુરુવારે બપોરે એક વાગ્યે પ્રભારી રાજીવ સાતવે મિટિંગ યોજી હતી, એ પછી સાંજે છ વાગ્યાની મિટિંગમાં તમામ ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મત આપવો એ મતલબનો વ્હીપ આપવામાં આવ્યો હતો. કોણ કોને મત આપશે તેનો નિર્ણય સવારે કરવામાં આવશે. કોંગ્રેસના કેટલાક જુનિયર ધારાસભ્યો પાસેથી ફોન લઈ લેવાયા હતા, હોટેલની બહાર તાળું મારી દેવાયું હતું. હવે શુક્રવારે રસાકસીભર્યો જંગ ખેલાવાનો છે ત્યારે શુક્રવારે બે અલગ અલગ ગ્રૂપમાં હોટેલથી બસ મારફત ગાંધીનગર મતદાન મથકે લઈ જવાશે. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે, બીટીપીને બે વોટ તેમને મળશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here