ગોધરા તાલુકાના વિઁઝોલ ગામે ગણેશ સ્થાપન અને તે દ્વારા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો .પાંચ દિવસ શ્રદ્ધા- ભક્તિથી પૂજન અર્ચન કરી આજ રોજ સામૂહિક યજ્ઞ કરી આહૂતિ આપવામાં આવી હતી. ગણેશ ઉત્સવના પર્વમાં પંચમહાલ જિલ્લા પંચાયત ના સમાજિક ન્યાય સમિતિના ચેરમેન અને આજ ગામનાં વતની મણીબેન રાઠોડ દ્વારા આખા કાર્યક્રમમાં ભાગ લઈ ગ્રામજનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. દરમિયાન તેમણે ગ્રામજનો સાથે પૂજનમાં બેસી યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી.
ગણેશ વિસર્જન માં ગામનાં આબાલ- વૃદ્ધ સૌ લોકોએ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આજના આ વિસર્જન કાર્યક્રમમાં ભાગ લેનાર અને પંચમહાલ જિલ્લા પંચાયત ખાતે અત્યારે સમાજિક ન્યાય સમિતિમાં ચેરમેન તરીકે બિરાજમાન મણીબેન કાળુભાઇ રાઠોડ પોતાના માદરે વતન વિઁઝોલમાં વર્ષોથી આ પ્રકારની ધાર્મિક અને સમાજિક તેમજ ગામના વિકાસ માટેની પ્રવૃત્તિઓમાં હમેશા રસ લેતા રહ્યા છે. એટલું જ નહીં પોતાના ગામનાં યુવાનો નોકરીમાં લાગે તે માટે સારા શિક્ષણ માટે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ આપે છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.