તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ઉત્સવના પાંચમા દિવસે મુખ્ય મેહમાન તરીકે શ્રી. હેમંતભાઈ પટેલ, ચેરમેન-આર.કે.એસ.એમ. આણંદ, શ્રી. કેતનભાઈ પટેલ, સેક્રેટરી-ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ, શ્રી. ભીખુભાઇ પટેલ, સેક્રેટરી-એસ.પી.ઈ.ટી, આણંદ, શ્રીમતી જ્યોત્સ્નાબેન પટેલ, સેક્રેટરી-આર.કે.એસ.એમ. આણંદ, શ્રી. ભરતભાઈ પટેલ, પ્રેસિડેન્ટ-આર.એચ.પટેલ ટેક્નિકલ કેમ્પસ, દહેમી, ડૉ. વી.એમ. વનાર, સિન્ડિકેટ મેમ્બર-સરદાર પટેલ યુનિવર્સીટી, વિદ્યાનગર, શ્રી.રાજેશભાઈ પટેલ (ધર્મજ) સંયોજક-રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન, શ્રી. કિરણકુમાર દવે, રિટાયર્ડ પ્રોફેસર-બી.એન.બી.પોલિટેક્નિક કોલેજ વિદ્યાનગર, શ્રી. ગોપાલભાઈ પટેલ, આચાર્ય-એમ.એસ. પટેલ હાઈસ્કૂલ, વડોદ અને શ્રી.સોહિતભાઈ પટેલ, આચાર્ય-બી .એ. પટેલ હાઈસ્કૂલ, ચાંગા ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેક એન્જીનીયરીંગના સાંસ્કૃતિક વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરોક્ત કાર્યક્ર્મ ની સફળતા માટે સંસ્થાનાં ચેરમેન શ્રી. ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી. શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ તથા એન્જીનિયરીંગના આચાર્ય ડૉ.(પ્રો) પૌલોમી વ્યાસ દ્વારા સૌને અભિનંદન પાઠવવામા આવ્યા હતા .