GUJARAT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત મોટેભાગે ૨૧મી જાન્યુઆરી આસપાસ.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત મોટેભાગે ૨૧મી જાન્યુઆરી આસપાસ થશે. ગઈ વખતની માફક બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પહેલા ચરણમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર- એમ ૬ મહાનગરપાલિકાઓ માટે અને બીજા ચરણમાં ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે ચૂંટણીઓ થશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત પહેલાં પૂરી થઈ જશે.

રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વહીવટદાર ના મૂકી શકાય કે ટર્મ વધારો ના કરી શકાય તો શું કરવું તે બાબતે રાજ્ય સરકારે ગત નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન માગેલું ત્યારે એ હુકમમાં ત્રણ માસ ચૂંટણીઓ મુલતવી રાખવા અને ત્યાં સુધી વહીવટી વડાને વહીવટ કરવાની મંજૂરી આપવા સાથે સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરીના અંત પહેલા બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવાનો સ્પષ્ટ આદેશ આપેલો જ છે. આ સંજોગોમાં ૨૧થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન બંને તબક્કામાં મતદાન યોજાવાની શક્યતા છે.

રાજ્ય ચૂંટણી પંચ આ વખતે કોઈપણ વોર્ડ બેઠક માટે ઓનલાઇન વોટિંગનો વિકલ્પ આપવાનું નથી, પરંતુ ઉમેદવારોને કોરોના મહામારીની સ્થિતિમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છૂટ અપાશે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત મોટેભાગે ૨૧મી જાન્યુઆરી આસપાસ થશે. ગઈ વખતની માફક બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પહેલા ચરણમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર- એમ ૬ મહાનગરપાલિકાઓ માટે અને બીજા ચરણમાં ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે ચૂંટણીઓ થશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત પહેલાં પૂરી થઈ જશે.

રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વહીવટદાર ના મૂકી શકાય કે ટર્મ વધારો ના કરી શકાય તો શું કરવું તે બાબતે રાજ્ય સરકારે ગત નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન માગેલું ત્યારે એ હુકમમાં ત્રણ માસ ચૂંટણીઓ મુલતવી રાખવા અને ત્યાં સુધી વહીવટી વડાને વહીવટ કરવાની મંજૂરી આપવા સાથે સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરીના અંત પહેલા બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવાનો સ્પષ્ટ આદેશ આપેલો જ છે. આ સંજોગોમાં ૨૧થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન બંને તબક્કામાં મતદાન યોજાવાની શક્યતા છે.

રાજ્ય ચૂંટણી પંચ આ વખતે કોઈપણ વોર્ડ બેઠક માટે ઓનલાઇન વોટિંગનો વિકલ્પ આપવાનું નથી, પરંતુ ઉમેદવારોને કોરોના મહામારીની સ્થિતિમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છૂટ અપાશે.

Leave a Reply

Your email address will not be published.