South-Gujarat

ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ.

ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીતની આગેવાનીમાં આજરોજ સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા પંચાયતનાં સભ્યો દ્વારા સર્વાનુમતે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી..

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયતમાં કુલ 18 સભ્યોનું પીઠબળ ધરાવે છે.જેમાંથી 17 સીટ ભાજપાને ફાળે આવી છે.જ્યારે 01 સીટ કૉંગ્રેસનાં ફાળે આવતા જિલ્લા પંચાયતની ધુરા ભાજપાએ સંભાળી છે.આજરોજ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીતની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયતનાં સદસ્યોની ઉપસ્થિતમાં વિવિધ સમિતિઓની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી.અગાઉ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભા યોજવામાં આવી હતી.જે બજેટની સામાન્ય સભા પહેલા જિલ્લા પંચાયતનાં પ્રમુખ કોરોના સંક્રમિત થતા અગાઉ સામાન્ય સભામાં સમિતિઓની રચના મોકૂક રાખવામાં આવી હતી.જે બાદ આજરોજ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા બોલાવામાં આવી હતી.આ ખાસ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનાં સભ્યોની ઉપસ્થિતમાં અપીલ સમિતિ,કારોબારી સમિતિ,શિક્ષણ સમિતિ,જાહેર બાંધકામ સમિતિ,સામાજિક ન્યાય સમિતિ,આરોગ્ય સમિતિ,ઉત્પાદન અને સહકાર સમિતિ,બાળ મહિલા વિકાસ અને યુવા પ્રવૃત્તિ જેવી કુલ 08 સમિતિઓની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી.આજરોજ ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના થઈ જતા આવનાર દિવસોમાં જિલ્લા પંચાયતનાં જે તે સમિતિનાં સચિવ જોડે મીટીંગ યોજીને દરેક સમિતિનાં અધ્યક્ષ પદની વરણી કરાશે.તેવામાં ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિનાં ચેરમેન પદનાં ખુરશીનો કળશ કયા કયા ધુંરધરો પર ઢોળાશે તે આવનાર સમય જ બતાવશે….

Leave a Reply

Your email address will not be published.