Home Business બેંકની ઓવરડ્રાફટ સુવિધા મેળવી શકો છો, આ સુવિધા હેઠળ, ગ્રાહકો તેમના પગારની...

બેંકની ઓવરડ્રાફટ સુવિધા મેળવી શકો છો, આ સુવિધા હેઠળ, ગ્રાહકો તેમના પગારની રકમથી ત્રણ ગણા વધારે પૈસા લઈ શકે છે…

3
0

જો તમારું પગાર ખાતું આ બેંકમાં છે, તો હવે તમે બેંકની ઓવરડ્રાફટ સુવિધા મેળવી શકો છો. આ સુવિધા હેઠળ, ગ્રાહકો તેમના પગારની રકમથી ત્રણ ગણા વધારે પૈસા લઈ શકે છે. તેનો હેતુ આઈસીઆઈસીઆઈ બેંકના પગાર ખાતા ધારકોને ઇએમઆઈ અથવા ચેક બાઉન્સથી સુરક્ષિત કરવાનો છે. આ માટે, બેંક ટૂંકા ગાળાના ઇન્સ્ટન્ટ ક્રેડિટ આપશે. ઓનલાઈન અરજી આપીને ગ્રાહકો આ સુવિધા મેળવી શકશે. ચાલો તમને જણાવીએ કે તમે આ સુવિધા માટે કેવી રીતે અરજી કરી શકો છો ..
ઓવરડ્રાફ્ટ ફેસિલિટી શું છે?
સરકારી અને ખાનગી બેંકો ઓવરડ્રાફટ માટેની સુવિધા આપે છે. મોટાભાગની બેંકો કરન્ટ એકાઉન્ટ, પગાર ખાતા અને ફિક્સ ડિપોઝિટ (એફડી) પર આ સુવિધા આપે છે. કેટલીક બેન્કો શેર, બોન્ડ અને વીમા પોલિસી જેવી સંપત્તિના બદલે ઓવરડ્રાફટ પણ આપે છે. આ સુવિધા હેઠળ, તમે બેંકમાંથી તમને જરૂરી નાણાં લઈ શકો છો અને પછીથી આ નાણાં ચૂકવી શકો છો.
આ રીતે લઇ શકો છો યોજનાનો લાભ
– તમારા ઇન્ટરનેટ બેંકિંગના એકાઉન્ટમાં લોગ-ઇન કરો.
– હવે ‘Offers’ સેક્શનમાં જાવ.
– હવે પ્રી-એપ્રુવ્ડ ઓડી ઓફરને ચેક કરો અને પછી એપ્લાઇ કરી દો.
અન્ય ફીચર
– ઓવરડ્રાપ્ટ ફેસેલિટીની તરત મંજૂરી- ગ્રાહકોને કોઇપણ દસ્તાવેજ વગર ઓડી ફેસેલિટીની તરત મંજૂરી મળે છે.
– ઓડીની એક્ટેંસિવ ક્રેડિટ લિમિટ-બેંક સેલરીના ત્રણ ગણા સુધી ક્રેડિટ લિમિટ આપે છે.
– ઉપયોગ કરવામાં આવેલા પૈસા પર વ્યાજ – વ્યાજ માત્ર તે પૈસા પર લગાવવામાં આવે છે જેનું વાસ્તવમાં ઉપયોગ કરવામાં આવે છે.
– નક્કી રેટથી વ્યાજ – ફ્લેક્સીકેશમાં એક નક્કી દરતી વ્યાજને કેલક્યુલેટ કરવામાં આવે છે.
– રિપેમેંટમાં ફ્લેક્સિબિલીટી – ગ્રાહકોને તેમની સુવિધા અનુસાર બાકી લિમિટની સાફ કરવાની ફ્લેક્સિબિલિટી મળે છે.
– કોઇ ફોરક્લોજર ચાર્જ નહીં,. ઉપયોગ કરવામાં આવેલી ઓડી રકમને રિપે કરવામાં કોઇ ફોરક્લોજર ચાર્જ લાગતો નથી.
ફીસ અને ચાર્જ
– પ્રોસેસિંગ ફીસ : 1,999 રૂપિયાથી શરૂઆત + જીએસટી
– રિન્યુઅલ ફીસ : ફ્લેટ 1999 રૂપિયા + જીએસટી
– આરઓઆઇ : વાર્ષિક 12-14 ટકાની વચ્ચે

Previous articleવડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો અને ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા….
Next articleસેમસંગ ગેલેક્સી A51 અને ગેલેક્સી A71 સ્માર્ટફોન તમારી આ માંગ પૂરી કરી શકે છે. આ સ્માર્ટફોનમાં એવા તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે જે ઘણા જ જરૂરી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here