Home Crime જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ મિતેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં તીનપતિનો ગંજીપાનાનો જુગાર રમતા દશ...

જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ મિતેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં તીનપતિનો ગંજીપાનાનો જુગાર રમતા દશ ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

91
0

સુરેન્દ્રનગર રોકડા રૂા .૨,૪૬,૬૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૪ કી.રૂા .૨૦,૦૦૦ / – તથા ગંજીપાના નંગ – પર કી.રૂા.901- વિગેરે મળી કુલ રૂા . ૨,૬૬,૬૦૦ / – નો મુદામાલ ઝડપાયો
સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા નાઓએ જીલ્લામાંથી પ્રોહી / જુગારના વધુમાં વધુ કેશો શોધી કાઢી , પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી / જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી , સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ , જે અંગે ડી.એમ.ઢોલ નાઓએ એલ.સી.બી. ટીમને પ્રોહી / જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્રારા લીંબડી પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે હિરેનભાઇ જીતેન્દ્રભાઇ પટેલ રહે.લીંબડી , સ્ટેશન રોડ તા.લીંબડી વાળા પોતાના કુટુંબીક કાકા ભીખાલાલ પ્રભુભાઇ પટેલ રહે.લીંબડી વાળાનું લીંબડી , જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ મિતેશ ઇન્ડસ્ટ્રીઝ નામના દોરા બનાવવાના કારખાનામાં હિરેનભાઇ જીતેન્દ્રભાઇ પટેલ નાઓ બહારથી માણસો ભેગા કરી ગંજીપાના વતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે અને પોતાના આર્થિક લાભ સારૂ નાળ ઉધરાવે છે જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ પંચો સાચે છાપો મારતા આરોપીઓ ( ૧ ) હિરેનભાઇ જીતેન્દ્રભાઇ ત્રેટીયા જાતે પટેલ ઉવ .૪૦ રહે.લીંબડી , સ્ટેશન રોડ ( ૨ ) મહેશભાઇ ભાઇલાલભાઇ છત્રોલા જાતે પટેલ ઉવ .૪૫ રહે.લીંબડી , બાલકૃષ્ણનગર પાછળ ( ૩ ) દિલીપભાઇ કાનજીભાઇ ઓગાણીયા જાતે પટેલ ઉવ .૪૪ રહે.લીંબડી , જીનપરા ( ૪ ) રક્ષિતભાઇ પરસોતમભાઇ પટેલ ઉવ .૩૨ રહે.લીંબડી , ગ્રીનચોક પાસે ( ૫ ) ધનશ્યામ ભાઇ નાથાભાઇ કડીયાળ જાતે પટેલ ઉવ .૪૩ રહે.લીંબડી , જી.આઇ.ડી.સી. રોડ પાસે ( ૬ ) રવિભાઇ હિંમતભાઇ પટેલ ઉવ .૩૨ રહે.લીબડી , આશ્રમ રોડ ( ૭ ) મનીષભાઇ ભગવાનભાઈ પટેલ ઉવ .૩૯ રહે.લીંબડી , ઉમીયાપાર્ક સોસાયટી ( ૮ ) હિતેશભાઇ હરીલાલ કનેજીયા જાતે પટેલ ઉવ .૪૧ રહે.લીંબડી , સ્ટેશન રોડ ( ૯ ) મહેશભાઇ વાલજીભાઇ પટેલ ઉવ .૪૦ રહે.લીંબડી , જી.આઇ.ડી.સી. રોડ ( ૧૦ ) દીનેશભાઇ ગોવિંદભાઇ પટેલ ઉવ .૨૨ રહે.લીંબડી , એડી.જાની રોડ વાળાઓ ગંજીપાના વતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી , જુગારનો અખાડો ચલાવી રોકડા રૂા .૨,૪૬,૬૦૦ / તથા મોબાઇલ ફોન નંગ -૪ કી.રૂા .૨૦,૦૦૦ / – તથા ગંજીપાના નંગ – પર કી.રૂા .૨૦ / – તથા સાલ ( પાથરણુ ) કી.રૂા .૩૦ / ૦૦ મળી કુલ રૂા .૨,૬૬,૬૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ લીબડી પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુન્હો રજી . કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . રેડીંગ પાર્ટી – એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબ , તથા પો.સબ.ઇન્સ . શ્રી વી.આર.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. રૂતુરાજસિંહ નારસંગભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ કોન્સ . હિતેશભાઇ જેસીગભાઇ તથા અમરકુમાર કનુભા તથા પો.કોન્સ . દિલીપભાઇ ભુપતભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અજયસિંહ વિજયસિંહ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહએ રીતેની ટીમ દ્વારા જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢેલ છે .
રિપોર્ટર:દિપકસિંહ વાઘેલા:લીંબડી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here