Home India ભારતીય હોકી ટીમના ગોલકીપરે જીત્યો એવોર્ડ

ભારતીય હોકી ટીમના ગોલકીપરે જીત્યો એવોર્ડ

72
0

ભારતીય હોકી ટીમના ગોલકીપરે જીત્યો એવોર્ડ


સન્માન મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ હોકી ખેલાડી


વોટિંગના આધારે અન્ય 23 ખેલાડીઓને હરાવ્યા

ભારતીય પુરુષ હોકી ટીમની દીવાલ ગણાતા ગોલકીપર પીઆર શ્રીજેશે ઈતિહાસ રચ્યો છે.

શ્રીજેશને વર્ષ 2021 માટે વર્લ્ડ ગેમ્સ એથ્લેટ એવોર્ડ મળ્યો છે અને તે આ સન્માન મેળવનાર ભારતનો પ્રથમ પુરુષ હોકી ખેલાડી છે.

પીઆર શ્રીજેશ ‘વર્લ્ડ ગેમ્સ એથ્લેટ 2021’

પીઆર શ્રીજેશે ચાહકોના વોટિંગના આધારે અન્ય 23 ખેલાડીઓને હરાવ્યા હતા. પીઆર શ્રીજેશને 1 લાખ 27 હજાર 647 વોટ મળ્યા હતા. બીજી તરફ સ્પેનના ક્લાઈમ્બિંગ સ્ટાર આલ્બર્ટ લોપેઝ બીજા ક્રમે આવ્યો હતો જેને 67,428 વોટ મળ્યા હતા. પીઆર શ્રીજેશ ભારતનો બીજો હોકી ખેલાડી છે જેને વર્લ્ડ ગેમ્સ એથલીટ એવોર્ડ મળ્યો છે. વર્ષ 2019માં આ એવોર્ડ ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલે જીત્યો હતો. શ્રીજેશ માટે છેલ્લા 12 મહિના તેના શ્રેષ્ઠ રહ્યા હતા અને તેણે ટોક્યો ગેમ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવામાં ટીમને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઓલિમ્પિકમાં ભારતને મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા

પીઆર શ્રીજેશે 4 દાયકા બાદ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્લ્ડ ગેમ્સ એથલીટ એવોર્ડ મેળવ્યા બાદ શ્રીજેશે કહ્યું હતું કે, ‘આ એવોર્ડ મેળવીને હું સન્માનની લાગણી અનુભવું છું. સૌ પ્રથમ તો FIHનો આભાર કે જેણે મને આ એવોર્ડ માટે નામાંકિત કર્યો. વિશ્વભરના હોકી ચાહકોનો આભાર. આ એવોર્ડ તેમને જાય છે.

શ્રીજેશે હોકી ઈન્ડિયાનો આભાર માન્યો

શ્રીજેશે કહ્યું હતું કે, ‘હું એવો ખેલાડી છું જે વ્યક્તિગત એવોર્ડમાં વિશ્વાસ નથી રાખતો, ખાસ કરીને જ્યારે તમે ટીમ ગેમના ખેલાડી હો. ટીમની સફળતામાં માત્ર 33 ખેલાડીઓ જ નહીં પરંતુ બીજા ઘણા લોકોનો હાથ હોય છે. હોકી ઈન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો ખૂબ ખૂબ આભાર.

રાની રામપાલ જીતી ચુકી છે એવોર્ડ

ભારતની મહિલા હોકી ખેલાડી રાની રામપાલ વર્ષ 2020માં આ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય હોકી ખેલાડી બની હતી. જે બાદ શ્રીજેશ ભારતનો બીજો હોકી ખેલાડી અને પહેલો પુરુષ હોકી ખેલાડી બન્યો હતો. આ એવોર્ડ માટે કુલ 23 ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા હતા. 23 ખેલાડીઓની આ યાદીમાંથી 10 શ્રેષ્ઠ ખેલાડીઓને 23 જાન્યુઆરીએ અંતિમ રાઉન્ડમાં સ્થાન મળ્યું હતું, જેના માટે મતદાન 31 જાન્યુઆરી સુધી ચાલુ ચાલ્યું હતું અને આજે શ્રીજેશને સૌથી વધુ વોટ મળતા વિજેતા જાહેર થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here