Home Kheda (Anand) ગોકુલધામ-નાર દ્વારા ૧૦૦ બેડની વ્યવસ્થા ધરાવતુ એન.જે.સર્વિદ્યા હાઉસ કોવિડ કેર, આઇસોલેશન...

ગોકુલધામ-નાર દ્વારા ૧૦૦ બેડની વ્યવસ્થા ધરાવતુ એન.જે.સર્વિદ્યા હાઉસ કોવિડ કેર, આઇસોલેશન સેન્ટર માટે અર્પણ

25
0

ગોકુલધામ-નાર દ્વારા ૧૦૦ બેડની વ્યવસ્થા ધરાવતુ એન.જે.સર્વિદ્યા હાઉસ કોવિડ કેર, આઇસોલેશન સેન્ટર માટે અર્પણ કરવામાં આવ્યુ છે,
ગોકુલધામ-નાર ના સાધુ શુકદેવ પ્રસાદદાસ તથા સાધુ હરિકેશવદાસજી દ્વારા સમાજના છેવાડાના માણસો,પશુ-પક્ષીઓની વિવિધ પ્રકારે સેવા થતી જ રહે છે. પરંતુ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વ જ્યારે ભયભીત છે ત્યારે ગુજરાતમાં કોરોનાની વધતી જતી સંખ્યાને નજરમાં રાખી નયનાબેન જગદીશભાઇ પટેલ દ્વારા નિર્મિત રૂા. ૫ કરોડનું ૧૦૦ બેડ વ્યવસ્થા ધરાવતુ મકાન સરકારશ્રીને તેમજ આમ જનતાને કોવિડ કેર તેમજ આઇસોલેશન સેન્ટર માટે અર્પણ કરવામાં આવેલ છે.

ગોકુલધામની સમાજ સેવાની પ્રવૃત્તિઓની વિશેષતા મુજબ આયસોલેશન થનાર દર્દીઓને વિનામુલ્ય રહેવા-જમવાની
સુવિધા, પ્રાથમિક દવાઓ, સેનેટાઇઝર, સેન્ટ્રલ સાઉન્ડ સીસ્ટમ, રેગ્યુલર ડૉક્ટર વિઝીટ, ઇનહાઉસ ઑક્ટર, પ્રોજેક્ટર દ્વારા મનોરંજન માટે કથા જેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. તેમજ થર્મોસ્ટીલ વૉટર બોટલ, બે ટાઇમ ઉકાળા, નાસ મશીન ફુટ, જયુસ અને ચા-નાસ્તાની સુવિધા ગોકુલધામ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.
કોઇ પણ નાત-જાત-ધર્મ જ્ઞાતિના ભેદભાવ વગર દરેકને દાખલ કરવામાં આવે છે. સમાજના દરેક પ્રશ્નોમાં પોતાનું
યોગદાન આપનાર ગોકુલધામ-નાર સંસ્થા તેમજ દાતાશ્રીઓને ધન્યવાદ આપવા તે આપણા સૌની માનવીય ફરજ છે.
(ભાવિનકુમાર પ્રજાપતિ આણંદ)


Previous articleપૃથ્વી દિવસ પર, આપણે ગ્રહની સંભાળ કરી આધ્યાત્મિક વિકાસ કરીએ – સંત રાજીન્દર સિંહજી મહારાજ
Next articleકોરોના ની મહામારી ના કારણે કાનાબાર પરિવાર ના સુરા પૂરા દાદા નો હવન રદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here