Home Business સોના-ચાંદી ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.

સોના-ચાંદી ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.

125
0

સોના-ચાંદી ના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં સોનામાં ફેબ્રુઆરીનો ફ્યુચર ટ્રેડ રૂ .297.00 ઘટીને રૂ. 48,846.00 ના સ્તરે ટ્રેટ થઇ રહ્યો હતો. આ સિવાય માર્ચમાં ચાંદી નો ફ્યુચર ટ્રેડ 405.00 રૂપિયાના ઘટાડા સાથે રૂ 66,130.00ના સ્તરે ટ્રેડ કરતો હતો. સોમવારે સોનાનો ભાવ 240 રૂપિયાના ઘટાડા સાથે 49,143 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ રહ્યો હતો.
22 કેરેટ ગોલ્ડ: 48090 રૂપિયા
24 કેરેટ ગોલ્ડ: 52460 રૂપિયા
ચાંદીના ભાવ: 66500 રૂપિયા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ તૂટી ગયો
આંતરરાષ્ટ્રીય બજાર  માં સોનાના ભાવની વાત કરીએ તો આજે અહીં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ (US) માં સોનાના વેપારમાં 7.71 ડોલરનો ઘટાડો થયો. તેની કિંમત કડાકા સાથે ઔંસ દીઠ 1,846.20 છે. આ ઉપરાંત, ચાંદી 0.13 ડોલરના ઘટાડા સાથે 25.33 ડોલર પર કારોબાર કરી રહ્યો છે.
2021માં તેજી રહેશે
વર્ષ 2021 માં સોનાના ભાવમાં વધારો (Hike in Gold rate) જોવા મળી શકે છે. નિષ્ણાંતોના મતે, આ વર્ષે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 63000 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ વર્ષે, સોનામાં શામદાર તેજી જોવા મળી શકે છે. વર્ષ 2020માં સોનામાં ઘણી તેજી જોવા મળી હતી. 2019માં પણ સોનાએ ખુબ ચમક જાળવી રાખી. હવે એવું માનવામાં આવે છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં, સોનાની તેજ વધશે. હમણાં, સોનું આશરે 10 ગ્રામ 50 હજાર રૂપિયાના સ્તરે કારોબારમાં છે, પરંતુ આ વર્ષે સોનાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.
એવું માનવામાં આવે છે કે 2021 સોના માટે ખૂબ સારું રહેશે અને સોનાના તમામ રેકોર્ડ તૂટી જશે 10 ગ્રામ સોનુ 63000 રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. એટલે કે, જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તે સારી તક પ્રદાન કરશે. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ)તપન પટેલ કહે છે કે 2021 સુધીમાં સોનામાં શાનદાર તેજી જોવા મળશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here