Home Kheda (Anand) હરેશ ભાઈ શાહ ને ગોમતી સ્વચ્છ કરવા બદલ સન્માનપત્ર અર્પણ કરતાં આનંદ...

હરેશ ભાઈ શાહ ને ગોમતી સ્વચ્છ કરવા બદલ સન્માનપત્ર અર્પણ કરતાં આનંદ હર્ષ ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

38
0

આપ ભક્ત અને દાતા તો છે જ પરંતુ તેની આગળ એક શૂરવીર પણ છો. સખત પરિશ્રમ કરી સ્વર્ગમાંથી ગંગા નું જેણે ધરતી પર અવતરણ કરાવ્યું તો ભગીરથના નામ ઉપરથી સખત પરિશ્રમ માટે ભગીરથ પ્રયત્ન એમ લોકબોલી માં બોલાયા છે. હરેશભાઇ આ ડાકોરના ભગીરથ કહેવા શા સેવાભાવી મિત્રો સાથે રાખી એકલા હાથે નેતૃત્વ પૂરું પાડ્યું.

આજે ગરમી-ગંદકી-કોરોનાના પણ ભય રાખ્યા વિના રાત-દિવસ એક કરી ડાકોરના ઘરેણાં સમી ગોમતીજીને નાળોથી મુક્ત કરી સ્વચ્છ બનાવી. શ્રીજી ગોમતીમાં સંતાયા હતા.

ગોમતીજી તેની ભીની છાલકોથી શ્રીજી ના ચરણો પખાળી છે. ગોમતીજીના જળની શ્રદ્ધાળુઓ બાધા રાખે છે, મસ્તકે ચઢાવ કૃતાર્થ થાય છે. આપે જન્મ ભૂમિ પ્રત્યેનું ઋણ પણ અદા કર્યું છે. ડાકોર નગર અને સમગ્ર યાત્રાળુઓ આપની આ નિષ્ઠા પૂર્વકની નિસ્વાર્થ સેવાને જાણે-અજાણે પણ બિરદાવતા રહેશે અને હૃદયના આશિર્વાદ આપતા રહેશે. આપના આ પવિત્ર કાર્ય અમે સૌ એકી અવાજે બિરદાવી એ છીએ. અમારી આ શુભ લાગણી નો પ્રતિભાવ આપતા આ સન્માનપત્ર આપને અર્પણ કરતાં આનંદ હર્ષ ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

આજે રામજન્મભૂમિ શિલાન્યાસ પર્વ છે. અયોધ્યા સરયુ કિનારે છે. ડાકોર પણ ગોમતી કિનારે છે કામ પણ ગોમતીજી ના થયું છે. તેથી જ ખાસ આનંદ-ઉત્સવમાં વધારો ફરવા જ આજનો દિવસ પસંદ કર્યો છે.
ગોમતી તળાવ સ્વચ્છ કરવા માટે 365 Day News હરેશ ભાઈ શાહ નો આભાર માને છે.


Previous articleભારે વિસ્ફોટથી લેબનોનની રાજધાની બેરૂત હચમચી ઉઠી છે, વિડિયો જોવા ક્લિક કરો
Next articleડાકોરમાં વડા બજાર વિસ્તારમાં વધુ એક કેસ પોઝિટિવ નોધાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here