India

TikTok ફેન્સ માટે ખુશખબર! ઈન્સ્ટાગ્રામના આ નવા ફીચરથી બનાવો 15 સેકેન્ડનો Video અને કરો શેર

ઇન્સ્ટાગ્રામે ભારતમાં તેના નવા ફીચર ‘Reels’ નું ટેસ્ટિંગ શરુ કર્યું છે. ઇન્સ્ટાગ્રામનું આ ફીચર ટિકટોક(TikTok) ની જેમ જ કામ કરે છે. આ ફીચર આજે રાત્રે 7:30 વાગે ભારતમાં રોલઆઉટ થશે. એવું મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે.

રિપોર્ટ પ્રમાણે આ ફીચરને લઈ ભારતના અમુક યુઝર્સે જણાવ્યું કે તેમણે એપમાં આ ફીચર મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામમાં આ નવું ફીચર એવા સમયે આવી રહ્યું છે જ્યારે આ સેગમેન્ટમાં પોપ્યુલર એપ TikTok પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે Google Play Store અને Apple એપ સ્ટોરથી 59 ચીની એપ્સને હટાવી દીધી છે અને ભારતમાં આ બધી એપ્સને બેન કરવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે ઇન્સ્ટાગ્રામે ગત વર્ષે આની ટેસ્ટિંગ Brazilમાં શરૂ કર્યું હતું અને તાજેતરમાં આ ફીચરને ફ્રાંસ અને Germanyમાં એક્સપેન્ડ કરવા આવ્યું છે. ફેસબુક ઇન્ડિયાના VP અને એમડી અજીત મોહને જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામનું આ ફીચર ટૂંક સમયમાં આવવાની તૈયારીમાં છે. ઉપરાંત ઇન્સ્ટાગ્રામના પ્રોડક્ટના VP વિશાલ શાહે Reelsના માધ્યમથી ‘ભારતમાં આગામી સુપરસ્ટાર’ મળવાની આશા દાખવી છે. આપને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ આને ક્રિએટર્સ માટે એક મોટી તક તરીકે જોઈ રહી છે. જેમ TikTok એ કર્યું હતું.

TikTok ની જેમ છે Reels:

રિપોર્ટ મુજબ ઇન્સ્ટાગ્રામનું Reels ફીચર મોટાભાગે ટિકટોકની જેમ જ કામ કરે છે. તફાવત એટલી જ છે કે આ સ્ટેડઅલોન એપ નથી. આને ઇન્સ્ટાગ્રામની અંદર જ ઇંટિગ્રેટ કરવામાં આવ્યું છે. Reels ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝના સેક્શનમાં પણ દેખાશે. આ સિવાય ટિકટોકની જેમ યુઝર્સ આના પર પણ 15 સેકેન્ડનો વીડિયો બનાવી શકશે. જેને ઓડિયો અને મ્યુઝિક ટ્રેકથી એડિટ કરી શકાશે. ઉપરાંત, આમાં AR ઇફેક્ટનો પણ ઉપયોગ કરી શકાશે. આને ડાયરેક્ટ મેસેજ પર પણ શેર કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published.