India

સરકારે કોરોના વેક્સિનના સંભવિત લાભાર્થીઓની માહિતી ટ્રેક કરવા માટે નવું કોવિડ પ્લેટફોર્મ શરૂ કરી દીધું

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને શુક્રવારે જણાવ્યું હતું કે, ટૂંકસમયમાં દેશના દરેક નાગરિક માટે કોરોનાની રસી વાસ્તવિકતા બની જશે. સરકારે કોરોના વેક્સિનના સંભવિત લાભાર્થીઓની માહિતી ટ્રેક કરવા માટે નવું કોવિડ પ્લેટફોર્મ શરૂ કરી દીધું છે અને તેમને ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અપાઇ રહ્યાં છે. આગામી થોડા દિવસમાં આપણે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં જેમને કોરોના સંક્રમણનું જોખમ વધુ છે તેમને પ્રાથમિકતા સાથે નાગરિકોને રસી આપવામાં સક્ષમ બની જઇશું. સરકારે આ અંગેની યોજના જાહેર કરી જ દીધી છે.

હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ પાંચ મહિના પહેલાં રસીકરણ માટે નેશનલ એક્સપર્ટ ગ્રૂપની રચના કર્યા પછી અમે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

વાયુસેના અને એરલાઇન્સની મદદ લેવાશે

દેશના દરેક વિસ્તારમાં કોરોનાની રસી પહોંચતી કરવા માટે ભારતીય વાયુસેના અને કોમર્શિયલ એરલાઇન્સ કંપનીઓની મદદ લેવાશે. સરકાર આગામી સપ્તાહથી રસીકરણનો પ્રારંભ કરવા માગે છે. આ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોરોના વેક્સિન પરના એક્સપર્ટ ગ્રૂપ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને કાર્ગો ઓપરેટરોના સંપર્કમાં છે.

૩૩ રાજ્યોના ૭૩૬ જિલ્લામાં વેક્સિનની ડ્રાય રન

કોરોના રસીકરણ અભિયાનની તૈયારીના ભાગરૂપે શુક્રવારે દેશના ૩૩ રાજ્યના ૭૩૬ જિલ્લામાં કોરોના વેક્સિનની ડ્રાય રન યોજાઇ હતી.

લાભાર્થી વ્યક્તિઓની માહિતી
રસી અપાવાની છે તે સ્થળની માહિતી
સ્થળ ખાતે દસ્તાવેજોની ચકાસણી
વેક્સિનેશનની મોક ડ્રીલ અને રિપોર્ટિંગ

કોરોના વેક્સિન : ડ્રાય રન

૨૮-૨૯ ડિસેમ્બર ૨૦૨૦ : ચાર રાજ્યમાં મોક ડ્રીલ
૦૨ જાન્યુઆરી, ૨૦૨૧ : ૩૦ રાજ્યોના ૧૨૫ જિલ્લામાં પ્રથમ ડ્રાય રન
૦૮ જાન્યુઆરી ૨૦૨૧ : ૩૩ રાજ્યના ૭૩૬ જિલ્લામાં દ્વિતીય ડ્રાય રન

Leave a Reply

Your email address will not be published.