Home Kheda (Anand) સરકારી મહિલા આઇ.ટી.આઇ. આણંદ (સાદાનાપુરા)માં ખાલી રહેલી બેઠકો ઉપર પ્રવેશ મેળવવા...

સરકારી મહિલા આઇ.ટી.આઇ. આણંદ (સાદાનાપુરા)માં ખાલી રહેલી બેઠકો ઉપર પ્રવેશ મેળવવા અંગે

33
0

રાજય સરકારના રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા , આણંદ (સાદાનાપુરા) ખાતે આવેલ જિલ્લાની એક માત્ર સરકારી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાં કાર્યરત છે. જે ર.૬૭ ગ્રેડ ધરાવતી થ્રી સ્ટાર આઇ.ટી.આઇ. છે.
આણંદ શહેરથી માત્ર પાંચ (૫) કિ.મી.ના અંતરે શાંત વાતાવરણમાં અને ર.૫ એકરમાં ગ્રીન એરિયામાં ફેલાયેલી એકમાત્ર ભાઇઓ તથા બહેનો માટેની સંસ્થા છે. આ સંસ્થામાં કોપ, ફેશન ડીઝાઇન એન્ડ ટેકનોલોજી, બેઝીક કોસ્મેસટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઇન્પેકટર, વેલ્ડર અને વાયરમેન ટ્રેડમાં પ્રવેશ ચાલુ છે. આ તમામ ટ્રેડમાં બહેનોને વિનામૂલ્યે (ફ્રી) તાલીમ આપવામાં આવે છે. તેમજ એસ.ટી.પાસની સુવિધા તમામ ઉમેદવારોને આપવામાં આવે છે. જયારે બહેનોને ફ્રી પાસની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
આથી પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને સંસ્થાઆ ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્‍યમથી ઓનલાઇન https//itiadmission.gov.in પર પ્રવેશ ફોર્મ ભરી સંસ્થા ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતીની જરૂર હોય તો હર્ષદભાઇ સોલંકીનો તેમના મોબાઇલ નંબર-૯૬૨૪૦૧૦૫૫૬ ઉપર સંપર્ક કરવા આણંદ (સાદાનાપુરા), સરકારી મહિલા આઇ.ટી.આઇ.ના આચાર્ય શ્રી એમ. પી. પટેલએ એક યાદી દ્વારા જણાવ્યું છે.


Previous articleયુનિયન બેંક ઓફ ઇન્ડીયાનાં કરોડો રૂપિયાનાં “ બેંક લોન કૌભાંડ ” નો પર્દાફાશ
Next articleસરકારી આઈ.ટી.આઈ. સોજીત્રા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક તા.20 જુલાઇ સુધી ઓન લાઇન અરજી કરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here