Home South-Gujarat કાકણપુર ખાતે પંચમહાલ જિલ્લા સમાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર...

કાકણપુર ખાતે પંચમહાલ જિલ્લા સમાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ભવ્ય ઉજવણી

146
0

ગોધરા તાલુકાના કાકણપુર ખાતે શ્રી એમ જી એસ હાઈસ્કુલ ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના સમાજિક ન્યાય સમિતિના ચેરમેન મણીબેન કે રાઠોડના અધ્યક્ષ સ્થાને કેક કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉપસ્થિત તમામનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું .આજ રોજ જન્મ દિવસના કાર્યક્રમમાં શાળાના મેદાનમાં વ્રુક્ષારોપાણ કરીને નરેન્દ્રભાઇ મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી .







આ પ્રસંગે આંગણવાડીના બાળકોને જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા સમાજિક ન્યાય સમિતિના ચેરમેન મણીબેન કે રાઠોડ દ્વારા બાળકોને પોષણ આહાર અને ભેટ આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ કાર્યકરો, આગેવાનો તેમજ શાળાના શિક્ષકો, આંગણવાડીના વર્કર સહિત લોકોએ જન્મ દિવસની આ ઉજવણીમાં સુંદર ભાગ ભજવ્યો હતો અને વડાપ્રધાન ને શુભકામનાઓ પાઠવી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here