Home Kheda (Anand) સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજમાં Group Discussion નું...

સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજમાં Group Discussion નું આયોજન

97
0

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજના BCA, BBA(ITM) & PGDCA વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરીએ BBA (ITM) ના બીજા અને ત્રીજા વર્ષ ના વિદ્યાર્થીઓ માટે group discussion નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓને વર્તમાન શિક્ષણ વ્યવસ્થા, મહામારી દરમિયાન યુવાનો નો વ્યવહાર, આજનો યુવાન વગેરે જેવા વિષયો ચર્ચા માટે આપવામાં આવ્યા હતા. બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ભેગા કરીને ક્રોસ ક્લાસ ટીમો બનાવવામાં આવી હતી જેથી તેઓને સંકલન કેવી રીતે કરવું તેનું પણ જ્ઞાન મળે. ચર્ચાના નિર્ણાયક તરીકે અધ્યાપક રાજેશ મરંડ એ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમને વિભાગના વડા ડો. નયન પટેલ અને કોલેજના આચાર્યશ્રી ડો. આર ડી મોદી એપ્રોત્સાહન આપ્યું હતું. વિદ્યાર્થીઓ માટે ના આ એક અલગ અને શીખવા લાયક કાર્યક્રમને ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી બી એન પટેલ સાહેબે પણ બિરદાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here