આમ તો સરહદનો વિવાદ દુનિયા આખામાં જગજાહેર છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાનનો આંતર રાજ્ય સરહદનો વિવાદ દાયકાઓથી સાબરકાંઠા જીલ્લામાં પણ વર્તાઇ રહ્યો છે. જોકે હવે તે વિવાદ ઉકેલાવા તરફ આગળ વધી રહ્યો છે અને એ માટેની અંતિમ ચરણોની પ્રક્રીયા ચાલી રહી હોવાથી વિવાદ હવે ઉકેલાઇ જાય તેવી આશા બંધાઇ છે.
આખરે આ મામલે આઠ વર્ષ અગાઉ ભૌગોલીક રીતે માપણી કરવાની સહમતી બંને રાજ્યો દ્વારા સાધવામાં આવી હતી અને માપણીનુ કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ પણ વિવાદોને વાસ્તવિક ક્ષેત્રથી દુર કરવા માટેની નિચલા સ્તર સુધીની બેઠકોનો સતત દોર ચાલુ રહેતા આખરે હવે સરહદની ઓળખ ઉભી કરવા સ્વરુપ ટીપ્પણ લગાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જોકે સ્થાનિક સ્તરે પણ આદીવાસી અને અંતરીયાળ ડુંગરાળ વિસ્તારમાં ટીપ્પણ લગાડવાની અને હદ નક્કી કરવાની કાર્યવાહીને લઇને અધિકારીઓ પણ સ્થાનિકોના ભારે દબાણ વચ્ચે હાલ તો સરહદનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. બંને રાજ્યોના અધિકારીઓની દેખરેખમાં હવે સરહદના માપ મુજબ નિશાન આંકવાની કાર્યવાહી ચાલી રહી છે
સાબરકાંઠા જીલ્લામાં વિજયનગર, ખેડબ્રહ્મામાં અને પોશીના એમ ત્રણ તાલુકાઓમાં વિવાદ વર્તાઇ રહ્યો હતો. પંદર જેટલા સ્થળો પર સરહદ પર જમીનના હિસ્સાને લઇને વિવાદ વર્તાઇ રહ્યો છે. જેમાં હાલમાં પાંચેક સ્થળોની નવી હદ નક્કી કરી લેવાઇ છે અને હજુ બાકીના દશ સ્થળોની સરહદને નક્કી કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. જેમાં હાલની માપણી દરમ્યાન પોશીના તાલુકાના કાલીકાંકર, દેડકા, સેબલીયા અને મથાસણ, ખેડબ્રહમાના મીઠીવેડીના ગામની સરહદોને નક્કી કરવામાં આવી છે.
ત્રણેય તાલુકાઓને સ્પર્શતી રાજસ્થાન રાજ્યની આતંર રાજ્ય સરહદને લઇને વિવાદ બંને તરફથી સર્જાયેલો હતો. અગાઉ તો કેટલીક વાર એકબીજાની સરહદમાં એટલે કે સામ સામા રાજ્યમાં જમીનનોના દાવા કરાતા તેના લોહીયાળ જંગ સાથેના વિવાદો પણ સર્જાઇ ચુકેલા છે તો પ્રાથમિક શાળાઓના ઓરડા પણ એક બીજાની સરહદમાં ચણાતા હોવાના વિવાદો પણ સર્જાઇ ચુક્યા હતા. વિવાદને ખતમ કરવા માટેની પહેલ શરુ કરતા આખરે બંને રાજ્યોના અધિકારીઓની બેઠકોનો દોર શરુ થયો હતો અને મામલો ઉકેલ તરફ આગળ વધ્યો હતો. આજે લાંબા અરસાના પરીશ્રમને અંતે હવે બંને રાજ્યો વચ્ચેના સરહદી વિવાદ ઉકેલાવા તરફ આગળ વધ્યા છે.
બંને રાજ્યો તરફથી સંધાયેલી સહમતિ બાદ હવે મામલો તેના અંતિમ ચરણમાં છે અને સાથે જ સ્થાનિકો પણ આ મામલે બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને તેઓની માંગ અને વિવાદની રજુઆતોના દબાણ વચ્ચે હાલ તો સરહદનો ઉકેલ આવી રહ્યો હોય એમ લાગી રહ્યો છે.