Home Gujarat ગુજરાત કોંગ્રેસે ૮મીએ બંધ પાળવાની સાથે રાજ્યવ્યાપી ચક્કાજામ કરવાનું જાહેર કર્યું છે..

ગુજરાત કોંગ્રેસે ૮મીએ બંધ પાળવાની સાથે રાજ્યવ્યાપી ચક્કાજામ કરવાનું જાહેર કર્યું છે..

38
0

કેન્દ્રીય કૃષિ સંબંધિત નવા કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને પગલે ૮મી ડિસેમ્બરને મંગળવારે દેશવ્યાપી બંધનું એલાન જાહેર થયું છે, ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ આ બંધને ટેકો આપતા તે દિવસે બંધ પાળવાની સાથે ચક્કાજામ, ધરણાં, સૂત્રોચ્ચાર, દેખાવો જેવા કાર્યક્રમો યોજવાનું પણ જાહેર કર્યું છે.
ગુજરાત કોંગ્રેસે ૮મીએ બંધ પાળવાની સાથે રાજ્યવ્યાપી ચક્કાજામ કરવાનું જાહેર કર્યું છે, રાજ્યના ૧૭ ખેડૂત સંગઠનોની બનેલી ગુજરાત સંઘર્ષ સમિતિએ પણ બંધના દિવસે ધરણાં, ચક્કજામ, દેખાવો યોજવાનું નક્કી કર્યું છે. ખેડૂતોના બંધના કાર્યક્રમમાં કામદારો, વેપારીઓ તેમજ તમામ ધંધા-રોજગાર જોડાશે, એમ સંઘર્ષ સમિતિના મુખ્ય કન્વીનર ડાહ્યાભાઈ ગજેરાએ જણાવ્યું હતું.
સંઘર્ષ સમિતિની બેઠકમાં કોંગ્રેસના કિસાન સેલના ઉપપ્રમુખ ગિરધર વાઘેલા પણ હાજર રહ્યા હતા. સંઘર્ષ સમિતિએ ૧૦મીએ પણ તમામ જિલ્લા મથકોએ ધરણાં યોજવાનું, ૧૧મીએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સંયુક્ત રીતે કિસાન સંસદનો કાર્યક્રમ યોજવાનું તેમજ ૧૨મીએ દિલ્હીના આંદોલનમાં ભાગ લેવા માટે જવાનું પણ નક્કી કરાયું હતું.
ગાંધીનગરમાં કૃષિબિલના વિરોધમાં સત્યાગ્રહ છાવણીએ કોંગ્રેસના ધરણાં
કૃષિબિલના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજરોજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ બિલના વિરોધમાં ૮મીના રોજ ભારત બંધનું એલાન અપાયું છે તેમાં જોડાવા માટે ઉપસ્થિત ખેડુતોને આહવાન કરવામાં આવ્યું હતું. આજના ધરણાના કાર્યક્રમમાં રાજીવ સાતવ પણ ઉપસ્થિત રહ્યા હતા. પુર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, પ્રમુખ અમિત ચાવડા સહિતની પ્રદેશની નેતાગીરી આજે ગાંધીનગર ધરણાંના સમર્થનમાં ઉતરી પડી હતી.


Previous articleપોલીસ જ બુટલેગર બની ગઇ અને ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ
Next articleદિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે હરિયાણા-દિલ્હી સરહદ પર આવેલ સિંધુ બોર્ડર પર જવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here