Home Gujarat રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત, તમામ યુનિ.ની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત, તમામ યુનિ.ની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે

67
0

ગુજરાતના મુખ્યમંત્રી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના મહામારીના કારણે કોલેજોની પરીક્ષા અટવાઈ પડી હતી. પરીક્ષા લેવાશે કે નહીં અને લેવાશે તો ક્યારે લેવાશે તેવા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવતા પ્રશ્નો પર આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ કોલેજોની છેલ્લા વર્ષની પરીક્ષા લેવાશે. આવતીકાલથી GTUની પરીક્ષા પણ શરૂ થશે. અમે વિદ્યાર્થીઓને પરીક્ષાના ત્રણ વિકલ્પ આપ્યા છે. ઓફલાઈન, ઓનલાઈન સહિતના 3 વિકલ્પ છે. જેમાંથી વિદ્યાર્થીઓએ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અમે આ નિર્ણય વિદ્યાર્થીઓને પરીક્ષામાં તકલીફ ન પડે તેના માટે લીધો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કોલેજોની પરીક્ષાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરકારી તમામ કોલેજ યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લેવામાં પર ચર્ચા કરી રહી છે. એસપી અને ટીચર્સ યુનિવર્સિટી સારી રીતે પરીક્ષા લીધી છે. જેથી આવતીકાલથી જીટીયુની પરીક્ષાનો પ્રારંભ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આવતીકાલથી 350 કેંદ્ર પરથી જીટીયુની પરીક્ષાનો પ્રારંભ થશે. તમામ વ્યવસ્થા જળવાય તેના માટે યુનિવર્સિટીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સિવાય પરીક્ષા લેવા, ન લેવા અંગે વિદ્યાર્થીઓનો અભિપ્રાય આપવા જણાવાયુ હતુ.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું કે, અભિયાયના ભાગરૂપે 54 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા યોજવા જણાવ્યું હતું અને માત્ર 900 વિદ્યાર્થીઓએ પરીક્ષા ન લેવા જણાવ્યું છે. જેથી અમે ઓફ લાઈન અને ઓનલાઈન પરીક્ષાના વિકલ્પ વિદ્યાર્થીઓ માટે આપ્યા છે. આવતીકાલથી શરૂ થતી જીટીયુની પરીક્ષા 350 કેંદ્ર પરથી લેવાશે. જેના માટે તમામ વ્યવસ્થા જળવાય તેના માટે યુનિવર્સિટીઓને આદેશ આપી દીધા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here