ગુજરાતમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો : સૂસવાટા મારતા પવન સાથે રાજ્યનાં વાતાવરણમાં એકાએક પલટો, હવામાન વિભાગની મોટી આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સકર્યુલેશનની અસરનાં કારણે વાતાવરણમાં પલટો આવતા ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શિયાળો ત્રણ દિવસ અપડેટ થયા બાદ આવતી કાલથી આકાશ સ્વસ્છ થવા સાથે ફરી ત્રીવ્ર ઠંડી પડવાની આગાહી છે. આકરી ઠંડીનાં કારણે તાપામાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.
મોર્નિંગ વોક કરનારાઓએ ઠંડીનાં આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો
માવઠાંનાં કારણે ફરી ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે. ઠંડીથી બચલા જે લોકોએ સ્વેટર અને મફલરનો સહારો લીધો હતો. જે લોકો નાઈટ સિફ્ટમાં કામ કરી રહ્યાં છે તે લોકોએ તાપણાં કરી ઠંડીથી રાહત મેળવી હતી. મોર્નિંગ વોક કરનારાઓએ પણ ઠંડીનાં આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો હતો. આકરી ઠંડીનાં કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની અંદર પહોંચશે
રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસમાં રાજ્યમાં ઠંડીનું જોર ફરીથી વધશે. રાજ્યભરમાં ફરી એક વાર ઠંડીનો ચમકારો અનુભવાશે. જેમાં લઘુત્તમ તાપમાનમાં 4થી 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની અંદર પહોંચશે. જેમાં ગાંધીનગર સહિતનાં કેટલાંક શહેરોનું લઘુત્તમ તાપમાન 15ની નજીક પહોંચી શકે છે.